મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ: મોરબી જીલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ૬૨.૭૯ ટકા મતદાન, ૧.૨૮ ટકા મતદાન ઘટ્યું


SHARE













ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ: મોરબી જીલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ૬૨.૭૯ ટકા મતદાન, ૧.૨૮ ટકા મતદાન ઘટ્યું

મોરબી જિલ્લામાં લોકસભા ૨૦૨૪ નું મતદાન માહોલમાં પૂર્ણ થયું છે અને સવારના સાતથી સાંજના છ વાગ્યા સુધી કોઈપણ અનિચ્છનીય બનાવ વગર મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી જિલ્લાના કલેકટરે મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને આ લોકસભાની ચૂંટણીમાં મોરબી જીલ્લામાં સરેરાશ ૬૨.૭૯ ટકા મતદાન નોંધાયેલ છે તેવું મોરબી જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીએ માહિતી આપતા જણાવ્યુ છે

લોકસભાની ચૂંટણીમાં આ વખતે ત્રીજી વખત ગુજરાતની ૨૬ એ ૨૬ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો જીતશે તેવો વિશ્વાસ ભાજપ ચૂંટણી જાહેર થઈ ત્યાર પહેલાથી વ્યક્ત કરી રહી હતી અને વધુમાં વધુ મતદાન થાય તેના માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા જો કે, લોકસભાની ૨૬ પૈકીની ચાર બેઠકો મોરબી જિલ્લાને લાગુ પડે છે તેના માટે મતદારો દ્વારા સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું અને કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર સાંજે ૬ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રાખવામા આવી હતી અને મતદાન બૂથ ઉપર મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારો ઉમળકાભેર આવ્યા હતા અને ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું હતું.

ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ તેઓના પત્ની જોત્સનાબેન અને દીકરા પ્રથમ તેમજ દીકરી સાથે ત્યાં આવીને સહપરિવાર મતદાન કર્યું હતું તો સાંસદ મોહનભાઇ કુંડારિયા અને માજી મંત્રી જયંતિભાઈ કવાડીયાએ પણ નીલકંઠ વિદ્યાલય ખાતે આવીને મતદાન કર્યું હતું આવી જ રીતે મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ તેઓના પત્ની સાથે તેના વતન ચમનપર ગામે જઈને મતદાન કર્યું હતુ અને પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયાએ તેઓના પરિવારજનો સાથે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય ખાતેના મતદાન મથક ઉપર જઈને મતદાન કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકના ૮૮૯ જેટલા મતદાન મથક (બુથ) ઉપર ચૂંટણી વિભાગના કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગ દ્વારા પૂરતો સ્ટાફ મૂકવામાં આવ્યો જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ અનિચ્છનીય બનાવ વગર મતદાનની પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવેલ છે જો કે, મોરબીના રવાપર ગામે આવેલ બુથમાં ચૂંટણી ફરજ ઉપર રહેલા એક કર્મચારીને લો બીપી થઈ ગયું હતું જેથી તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે લઈ જવામાં આવે જેથી તેમણે તાત્કાલિક સારવાર મળી જતાં તેને સારું થઈ ગયું હતું તેવી માહિતી મોરબી જિલ્લાના કલેકટરે જણાવેલ છે

વધુમાં મોરબી જિલ્લાના કલેકટરે માહિતી આપતા જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૯ માં જે લોકસભાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે મોરબી જીલ્લામાં ૬૪.૦૭ ટકા જેટલું મતદાન નોંધાયેલ છે જો કે, વર્ષે ચૂંટણી વિભાગના સ્ટાફે કરેલ મહેનત અને જનજાગૃતિ અભિયાનની અસરના લીધે મતદારોને ખૂબ જ સારી રીતે મતદાન કરેલ છે અને સવારે સાત વાગ્યાથી લઈને સાંજે ૬ વાગ્યા સુધીના સમયમાં મોરબી જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર કોઈપણ અનિચ્છનીય બનાવ વગર મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે જેથી કરીને આ વર્ષે મોરબી જીલ્લામાં લોકસભાની ચૂંટણી માટે ૬૨.૭૯ ટકા મતદાન નોંધાયેલ છે

જો મતદાનની વિધાનસભાની વાઇઝ આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબી માળીયામાં ૫૮.૨૬ ટકા, ટંકારા પડધરીમાં ૬૫.૮૮ અને વાંકાનેર કુવાડવામાં ૬૪.૫૭ ટકા મતદાન નોંધાયેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લે યોજાયેલ લોકસભાની ચૂંટણી કરતાં આ વર્ષે યોજાયેલ ચુંટણીમાં ૧.૨૮ ટકા જેટલું મતદાન ઓછું થયેલ છે જેથી કરીને આ ઓછું મતદાન કોને નુકશાન કરશે અને કોને ફાયદો કરશે તે તો હવે આગામી સમય જ બતાવશે




Latest News