મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

મોરબી : અકસ્માત કરનારને સમજાવવા ગયેલ યુવાન ઉપર ધોકા વડે હુમલો કરી કારમાં તોડફોફ કરનાર ચારની ધરપકડ


SHARE













મોરબી : અકસ્માત કરનારને સમજાવવા ગયેલ યુવાન ઉપર ધોકા વડે હુમલો કરી કારમાં તોડફોફ કરનાર ચારની ધરપકડ

મોરબી તાલુકાના અંદરણા ગામથી ચરાડવા જવાના રસ્તા ઉપર આવેલ હોટલના ગ્રાઉન્ડમાં યુવાનના બાઈકને સ્વિફ્ટ ગાડીના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને તે યુવાનના પિતા સહિતનાઓ અકસ્માત કરનાર શખ્સને સમજાવવા માટે થઈને પોતાની ગાડી લઈને ગયા હતા ત્યારે અકસ્માત કરનાર શખ્સે ધોકા વડે હુમલો કર્યો હતો..! અને મારમારીને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી..! આટલું જ નહીં પરંતુ કુલ મળીને ચાર શખ્સો દ્વારા સમજાવવા માટે આવેલ યુવાનના પિતા સહિતના બે વ્યક્તિઓની ગાડીના કાચમાં તોડફોડ કરીને નુકસાની કરવામાં આવી હતી.જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા પ્રહલાદભાઈ કરસનભાઈ સુરાણી જાતે કોળી (૪૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ કારના ચાલક વિનુભાઈ ભરવાડ અને તેની સાથે રહેલા અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતુ કે આંદરણા ગામથી ચરાડવા જતા રસ્તા ઉપર આવેલ ભેરૂનાથ હોટલના ગ્રાઉન્ડમાં આરોપી પોતાના હવાલા વાળી સ્વિફ્ટ કાર લઈને જતો હતો ત્યારે ફરિયાદીના દીકરાના બાઈક સાથે તેણે સ્વિફ્ટ ગાડી અથડાવી હતી જેથી કરીને ફરિયાદી તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે સ્વિફ્ટ ગાડીના ચાલક વિનુભાઈ ભરવાડે ફરિયાદી તથા તેની સાથે સમજાવવા આવેલ વ્યક્તિઓ ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો અને માર માર્યો હતો અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી..! તેમજ ફરિયાદીની બંને ગાડીના કાચની આરોપીઓએ તોડફોડ કરી હતી જેથી કરીને મારામારીની આ ઘટનામાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા દ્વારા મારામારી કરનાર લુણારામ કિરતારામ સિયાગ જાટ (૨૪) રહે. હાલ ભૈરૂનાથ હોટલ આંદરણા તા.મોરબી મૂળ રાજસ્થાન, મોહમ્મદજીબ્રેલ મોહમ્મદવદુહ શેખ (૩૪) હાલ રહે.ભૈરૂનાથ હોટલ આંદરણા તા.મોરબી મૂળ બિહાર નામના બે પરપ્રાંતીઓની તેમજ વિનોદ ગોકળભાઈ પરમાર ભરવાડ (૩૯) અને પ્રવીણ ભોજા પરમાર ભરવાડ (૩૩) રહે. બંને આંદરણા તા.જી.મોરબી વાળાઓની મારામારીના ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

પત્નીએ માર મારતા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલા દલવાડી સર્કલની બાજુમાં રહેતા દિલીપભાઈ દેવકરણભાઈ ડાભી નામના ૩૬ વર્ષના યુવાનને તેના ઘરે તેના પત્ની દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કર્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.

ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે કામગીરી કરવામાં આવતી હોય છે.જોકે અનેક વાહનોમાં બેરોકટોક ખનીજ પરિવહન થતું હોય છે.ત્યારે એકલ દોકલ વાહનો પકડીને કામગીરી બતાવવામાં આવતી હોય તેવો ઘાટ મોરબી જિલ્લામાં જોવા મળે છે.દરમ્યાનમાં મોરબીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ નજીકથી ડમ્પર નંબર જીજે ૩૬ એક્સ ૭૬૨૧ ને અટકાવવામાં આવ્યું હતું અને તેના ચાલક સુરેશ મુન્નાભાઈ બંડોડ રહે.મધ્યપ્રદેશ ને અટકાવીને તેના વાહનમાં ભરવામાં આવેલ બ્લેક ટ્રેપ નામના ખનીજના આધાર પુરાવા માગવામાં આવ્યા હતા જોકે વાહનચાલક પાસે તેમાં ભરેલા ખનીજનો કોઈ આધાર પુરાવો ન હોય હાલ દંડ વસૂલવાની કાર્યવાહી માટે વાહનને જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું પોલીસસુત્રોઓ જણાવેલ છે.નોંધનીય છે કે જિલ્લામાં મોટીમાત્રામાં ખનીજ ચોરીઓ થતી જોવા મળે છે અને સમયાંતરે કામગીરી થતી હોય તેવો જિલ્લામાં ઘાટ છે..? જે પ્રબુધ્ધ નાગરીકોમાં ચર્ચાનો વિષય હોય છે.




Latest News