મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર પાસે કાર સાથે ડમ્પર અથડાતાં કાર રેલિંગમાં અથડાઇ: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE







માળીયા (મી)ના હરિપર પાસે કાર સાથે ડમ્પર અથડાતાં કાર રેલિંગમાં અથડાઇ: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

ભુજના રહેવાસી વૃદ્ધ અલ્ટો ગાડી લઈને માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ દેવ સોલ્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે તેનું વાહન બેફીકરાયથી ચલાવીને અલ્ટો ગાડીમાં પાછળથી ડમ્પર અથડાવ્યું હતું જેથી કરીને અલ્ટો ગાડી રોડની રેલિંગ સાથે અથડાતા કાર ચલાવી રહેલા વૃદ્ધને ઇજાઓ હતી તેમજ તેની સાથે બેઠેલા મહિલાને ખભા અને પાંસળીમાં ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા વૃદ્ધએ  માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભુજના મહાવીરનગર કોલેજ રોડ મંગલદીપ સોસાયટી મકાન નં-૯ માં રહેતા નિલેશભાઈ જસરાજભાઈ આંબા જાતે ગઢવી (૫૯) નામના વૃદ્ધે ડમ્પર નંબર જીજે ૧૨ સીપી ૮૮૧૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ માળિયા કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ સામેથી માળીયા તરફથી કચ્છ તરફ જવાના રસ્તા ઉપર પોતાની અલટોગાડી નંબર જીજે ૧૨ ડીએમ ૨૨૯૩ લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળું ડમ્પર બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીની અલ્ટો ગાડીમાં પાછળથી અથડાવ્યું હતું જેથી કરીને ફરિયાદીની ગાડી રોડની રેલિંગ સાથે અથડાતા અકસ્માત થયો હતો અને તેમાં ફરિયાદીને શરીરે ઇજાઓ થઈ હતી તેમજ તેની સાથે ગાડીમાં બેઠેલ ભાવનાબેનને જમણા ખભામાં ફેક્ચર અને પાંસળીમાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ નિલેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે અને આ અંગેની આગળનું વધુ તપાસ ગીરીશભાઈ મારૂણીયા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા મનીષભાઈ જયકિશનભાઇ પ્રજાપતિ (૨૯) નામના યુવાનને રવાપર ઘુનડા રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળી કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News