ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના સખપર ગામે બંધ વાડાના મકાનમાંથી જીરૂના ૩૬-લસણના ૧૧ કોથળાની ચોરી: તસ્કર ૪.૧૨ લાખની જણસ લઈ ગયા !


SHARE







ટંકારાના સખપર ગામે બંધ વાડાના મકાનમાંથી જીરૂના ૩૬-લસણના ૧૧ કોથળાની ચોરી: તસ્કર ૪.૧૨ લાખની જણસ લઈ ગયા !

ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા યુવાને પોતાના મકાન પાસે બંધ વાડાના મકાનમાં જીરું અને લસણના કોથળા ભરીને મૂક્યા હતા જે જીરૂના ૩૬ અને લસણના ૧૧ કોથળાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૪,૧૨,૫૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા હસમુખભાઈ રણછોડભાઈ કોરીંગા જાતે પટેલ (૪૪)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી યુવાને તેના ઘર પાસે આવેલ વાડામાં બંધ મકાનમાં જીરુંના ૩૬ કોથળા જેમાં ૭૫ મણ જીરૂનો જથ્થો તેમજ લસણના ૧૧ કોથળા જેમાં ૩૦ મણ લસણનો જથ્થો હતો આ લસણ અને જીરું ભરેલા કોથળાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૪,૧૨,૫૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે. ધાધલ ચલાવી રહ્યા છે

બાઇક ચોરી

મોરબી તાલુકાના શાપર ગામે રહેતા પેથાભાઇ સિધ્ધરાજભાઈ હમીરપરા જાતે કોળી (૩૩) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, પોતે પોતાના ઘરની બહાર શેરીમાં સ્કૂલની પાસે તેનું બાઈક નંબર જીજે ૩૬ એઇ ૧૬૫૯ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News