મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે રોડ ક્રોસ કરતાં વૃદ્ધનું માથું ટ્રક નીચે ચગદાઈ જવાથી મોત


SHARE

















મોરબીના જાંબુડીયા પાસે રોડ ક્રોસ કરતાં વૃદ્ધનું માથું ટ્રક નીચે ચગદાઈ જવાથી મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામની સીમમાં ઓવરબ્રિજ ઉતરતા રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટ્રક ચાલકે હડફેટે લીધા હતા અને તેના માથા ઉપરથી ટ્રકના ટાયર ફેરવી દીધા હતા જેથી કરીને વૃદ્ધનું માથું ચગદાઈ જવાના કારણે અને શરીરે ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત નિપજ્યું હતું અને આરોપી તેનો ટ્રક રોડ સાઈડમાં રેઢો મૂકીને નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ પ્રભુભાઈ સાથલીયા જાતે કોળી (૪૫)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૯૩૨૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે જાંબુડીયા ગામ નજીક આવેલ ઓવરબ્રિજ ઉતરતા તેઓના પિતા પ્રભુભાઈ ચતુરભાઈ સાથલીયા જાતે કોળી (૭૨) ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને રસ્તા ઉપર પાડી દઈને તેના માથા ઉપરથી ટ્રકના ટાયર ફેરવી દીધા હતા જેથી કરીને તેનું માથું ચગદાઈ ગયું હતું અને શરીરે પણ ઇજાઓ થઈ હતી જેથી કરીને ઘટના સ્થળે જ ફરિયાદીના પિતાનું મોત નીપજ્યું હતું અને આરોપી પોતાના હવાલા વાળો ટ્રક રોડ સાઈડમાં રેઢો મૂકીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો અને નજીકના પોલીસ સ્ટેશનમાં અકસ્માતના આ બનાવની જાણ કરેલ ન હતી જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના સોઓરડી વિસ્તારમાંથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થઈ ગયું હતું અને ત્યારે બાઈકમાં બેઠેલ બાપલીબેન ફાતિયાભાઈ રાઠવા (૩૫) રહે કોબા ફળિયું પંચમહાલ વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના લાલપર ગામ નજીક આવેલ સિરામિક સિટીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નૂરહસન નિસારઅહેમદ (૨૦) તેમજ દિલસરઇર્શાદ નિસારઅહેમદ  (૧૮) રહે. બંને સીરામીક સીટી વાળાને ઇજાઓ થઇ હોવાથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે




Latest News