મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા રાજાવડલામાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર માર્યો: ગુનો નોંધાયો


SHARE

















વાંકાનેરના નવા રાજાવડલામાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર માર્યો: ગુનો નોંધાયો

વાંકાનેર નજીક આવેલ નવા રાજાવડલા ગામે રહેતા યુવાન સાથે અગાઉ થયેલ બોલાચાલીનું ઘરમેળે સમાધાન થઈ ગયું હતું તેમ છતાં સામેવાળાએ તેને ગાળો આપી હતી અને ગાળો બોલવાની ના પાડતા તે શખ્સે હાથમાં પહેરેલ કડુ માથામાં માર્યો હતો તેમજ લાકડાના ધોકા વડે તેને માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે રહેતા અને શાક બકાલું વેચવાનું ધંધો કરતા અશ્વિનભાઈ હકાભાઇ સોલંકી જાતે કોળી (૩૬) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ કાળુભાઈ દેત્રોજા રહે. નવા રાજાવડલા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, બે મહિના પહેલા ગામમાં આવેલ હનુમાનજીના મંદિર પાસે ઊભા રહેવા બાબતે આરોપીએ તેની સાથે બોલાચાલી કરેલ હતી અને તે બાબતે ઘર મેળે સમાધાન થઈ ગયું હતું અને આ બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદી હનુમાનજીના મંદિર પાસે ચોકમાં હતો ત્યારે ત્યાં તેને ગાળો આપી હતી જેથી કરીને ફરિયાદી તેને ગાળો આપવાની ના પાડતા આરોપીએ તેના હાથમાં પહેરેલ કડુ ફરિયાદી યુવાનને માથાના ભાગે માર્યું હતું અને ત્યાં પડેલ લાકડાના ધોકા વડે ફરિયાદીને માથામાં માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારા મારીમાં ઇજા
મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દયાબેન ધીરુભાઈ બાવાજી (૪૦) રહે. ઇન્દીરાનગર અને જયેશ બાબુભાઈ ખરા (૨૮) રહે. ઇન્દિરાનગર વિસ્તાર વાળાઓને ઇજાઓ થઇ હોવાથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી




Latest News