વાંકાનેરના નવા રાજાવડલામાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર માર્યો: ગુનો નોંધાયો
મોરબીના ખેવારીયા નજીક રિક્ષામાંથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત
SHARE









મોરબીના ખેવારીયા નજીક રિક્ષામાંથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામ અને બરવાળા રેલ્વે સ્ટેશન વચ્ચેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષામાં બેઠેલ વૃદ્ધા રિક્ષામાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેમને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું છે જેથી હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના નીરૂબેનનગરમાં રહેતા જાનમહંમદ સલેમાનભાઈ કમોરા જાતે વાઘેર (૪૧)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીએનજી નંબર જીજે ૩૬ ડબલ્યુ ૪૫૧૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના માતા આઈસાબેન સલેમાનભાઈ કમોરા (૬૦) રહે. નીરૂબેનનગર તાલુકો માળીયા મીયાણા વાળા આરોપીની રિક્ષામાં બેસીને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામ થી બરવાળા રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાંથી ફરિયાદીના માતા નીચે પડતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા વિક્રમસિંહ મહોબતસિંહ ઝાલા (૫૫) નામના આધેડ બાઈક લઈને ગામમાં આવેલ તબેલા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ત્યાં બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતના બનાવમાં તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી કરીને તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે
