મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીના કેનાલ રોડે એપાર્ટમેંટના પાર્કિંગમાંથી ચોરી કરેલ ૩૬ લાખની ઇનોવા ગાડી ટીકર પાસેથી રેઢી મળી !


SHARE

















ભારે કરી: મોરબીના કેનાલ રોડે એપાર્ટમેંટના પાર્કિંગમાંથી ચોરી કરેલ ૩૬ લાખની ઇનોવા ગાડી ટીકર પાસેથી રેઢી મળી !

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ પ્લેટિનિયમ હાઈટના પાર્કિંગમાં ઇનોવા ગાડી પાર્ક કરીને મૂકી હતી જે ઇનોવા ગાડી તેમજ અન્ય ચાર ગાડીઓની ચાવી તથા ગાડીમાં રાખેલ રોકડા ૧૨,૦૦૦ ની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાંથી ચોરી કરવામાં આવેલ ઇનોવા ગાડી હળવદ તાલુકાના ટીકર ગામ પાસેથી રેઢી હાલતમાં મળી આવી છે

મોરબી શહેરને જિલ્લામાં લોકોની જાનમાલની સલામતી સામે દિવસે ને દિવસે પ્રશ્નો ઉભા થતા હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે ટંકારા તાલુકાના સખપર ગામમાં બંધ વાડાના મકાનમાંથી જીરું અને લસણના કોથળાઓની ચોરી કરવામાં આવેલ છે અને લગભગ ૪.૧૨ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ ત્યાંથી ચોરી કરવામાં આવ્યો છે તેવામાં મોરબી શહેરમાં આવેલ રવાપર નજીક લીલાપર કેનાલ રોડ ઉપર પ્લેટિનિયમ હાઈટ્સમાં પાર્કિંગમાં રાખવામાં આવેલ ઇનોવા ગાડીની ચોરી કરવામાં આવી છે તેની સાથોસાથ અન્ય ચાર ગાડીઓની ચાવીની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાય છે જે અંગેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી મુજબ મોરબીના સુભાષનગરમાં રહેતા દીપકકુમાર ધનજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૪૪)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે લીલાપર કેનાલ રોડ પ્લેટિનિયમ હાઈટના પાર્કિંગમાં ઇનોવા ગાડી નંબર જીજે ૩૬ એએલ ૩૭૧૦ જેની કિંમત રૂપિયા ૩૬ લાખ તેમજ ઈનોવા ગાડીમાં રાખેલા રોકડા રૂપિયા ૧૨,૦૦૦ અને ત્યાં પાર્કિંગમાં રાખવામાં આવેલ અન્ય ગાડીઓની ચાર ચાવી આ તમામ મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જોકે ઇનોવા ગાડી જે ચોરી કરવામાં આવી હતી તેનું કંપનીમાંથી જીપીએસ સિસ્ટમનું લોકેશન કઢાવવામાં આવતા હળવદ તાલુકાના ટીકર ગામ નજીક ગાડી હોવાની હકીકત મળી હતી જેથી કરીને ત્યાં તપાસ કરવામાં આવતા મકાનની પાછળથી રેઢી હાલતમાં ઇનોવા ગાડી મળી આવેલ છે પરંતુ ઇનોવા ગાડીની ચાવી ન હતી અને એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી કરવામાં આવેલ અન્ય ચાર ગાડીની ચાવીઓ તેમજ રોકડા ૧૨,૦૦૦ મળી આવેલ નથી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.વી. પાતાળિયા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી શહેરમાં આવેલ લોહાણાપરા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હુસેનભાઇ યુસુફભાઈ બેલીમ (૨૬) રહે. સિપાઈ વાસ મોરબી વાળાને ઇજાઓ થઇ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

માર માર્યો

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શ્રીકુંજ સોસાયટીમાં રહેતા જયંતીભાઈ વેલજીભાઈ દલસાણીયા (૪૮) નામના યુવાનને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી અને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવેલ છે




Latest News