એસપી નિંદ્રાધીન ?: મોરબીમાં વેપારીએ વ્યાજે લીધે ૪૨ લાખ સામે સવા કરોડ ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ચાર સામે ફરિયાદ
SHARE









એસપી નિંદ્રાધીન ?: મોરબીમાં વેપારીએ વ્યાજે લીધે ૪૨ લાખ સામે સવા કરોડ ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ચાર સામે ફરિયાદ
મોરબીમાં વ્યાજખોરીના દૂષણની સામે લોકદરબાર યોજાયો હતો ત્યારે મોરબીના એસપીએ વ્યાજખોરોને ગામ છોડો કે પછી ધંધા છોડો તેવી ખુલ્લી વાત કહી હતી તો પણ આજની તારીખે મોરબી શહેર અને જીલ્લામાં વ્યાજખોરીનું દૂષણ યથાવત જ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી અને મોરબીના એસપી જાણે કે નિંદ્રાધીન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના વેપારીએ ધંધા માટે વ્યાજે રૂપિયા લીધા હતા તેની પાસેથી માસિક ચાલીસ ટકા કરતાં પણ વધુ વ્યાજ લેવામાં આવું હતું જેથી કરીને તે વેપારીએ ૪૨ લાખ રૂપિયાની સામે સવા કરોડ જેટલી રકમ ચૂકવી દીધી છે તો પણ વેપારી યુવાન અને તેના પિતાની પાસેથી વ્યાજખોરો દ્વારા વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે અને તેને ઘર સુધી આવીને રૂપિયા આપો નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા વેપારીએ હાલમાં મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ અને તેના દીકરા સહિત કુલ ચાર શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડે સરદાર બાગ પાછળના ભાગમાં આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા અને માર્કેટયાર્ડમાં શ્રીનાથ એન્ટરપ્રાઈઝ નામની દુકાન ધરાવતા તેમજ થ્રીલ એન્ડ ચીલ નામની ગેમજોન-રેસ્ટ્રોરન્ટમાં ભાગીદારી ધરાવતા મિહીરભાઈ પ્રવિણચંદ્રભાઈ ખંઘડીયા જાતે લોહાણા (૨૭)એ અમીતભાઈ દેવાભાઈ અવાડીયા અને તેના પિતા દેવાભાઇ અવાડીયા રહે. બંને ધર્મસૃષ્ટ્રી સોસાયટી બાયપાસ રોડ મોરબી તેમજ દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી રહે. શકત શનાળા મોરબી અને નયન ઉર્ફે નાનુભાઈ રબારી રહે. શકત શનાળા વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આશરે એક વર્ષ પહેલા ધંધાના કામ અર્થે પૈસાની જરૂર પડતા તેને વ્યાજ વટાવનો ધંધો કરતા અમીતભાઈ દેવાભાઈ અવાડીયા પાસેથી રોકડા ૧૫,૦૦,૦૦૦ વ્યાજે લીધા હતા અને તેનું દર દસ દિવસે બે લાખ વ્યાજ આપતો હતો જો કે, વ્યાજ ચુકવવામાં મોડુ થતા અમીતભાઈએ તેની પાસેથી કોટક મહીદ્રા બેંકના સહી વાળા કોરા ચેક ત્રણ બળજબરીપુર્વક લઈ લીધેલ હતા અને આજ દિવસ સુધીના તેને અમીતભાઈને ૭૫.૦૦,૦૦૦ જેટલી રકમ વ્યાજ સહીત આપી દિધેલ છે તો પણ તેની પાસેથી વધુ ૩૦ લાખ માંગવામાં આવી રહ્યા છે અને જો પૈસા ન આપે તો ફરિયાદી તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.
આટલું જ નહીં ફરિયાદીના પિતાને પણ ફોન કરીને પૈસાની ઉઘરાણી કરીને ધમકીઓ આપવામાં આવી રહી છે અને જો વ્યાજ સમયસર ચુકવી ન શકે તો વ્યાજ પર પેનલ્ટી લગાવીને વધુ પૈસાની માંગણી કરવામાં આવે છે તેવામાં ત્રણ મહીના પહેલા ફરિયાદી તેની ગેમજોન દુકાને કેટા કાર લઈને જતો હતો ત્યારે આરોપી અમીતભાઈએ ફોન કર્યો હતો અને “તુ મારા પૈસાનુ વ્યાજ ચુકવી દે નહીતર મજા નહી આવે” તેમ કહીને મને ધમકી આપેલ હતી. અને ભક્તિનગર સર્કલ પાસે ફરિયાદીને ઉભો રખાવીને અમીતભાઈ અવાડીયા ત્યાં આવે અને ફરિયાદીને ગાળો આપીને ગાલ પર બે થી ત્રણ ફડાકા માર્યા હતા અને ફરિયાદીના ખીસ્સામાથી રોકડા ૪૫,૦૦૦ હતા તે લઈ લીધા હતા અને કોટક મહિન્દ્રા બેંકના ચાર ચેક સહી વાળા બળજબરીપુર્વક લઈ લીધેલ હતા અને ૩૦ લાખ રૂપિયા આપવા માટેની ધમકી આપી હતી અને અમિતભાઈએ તેની ફોર વ્હીલ કારમાં ફરિયાદીને બેસાડીને તેનો વીડીયો ઉતારી રેકોડીંગ કરી લીધેલ છે.
ત્યાર બાદ અમિતભાઈના વ્યાજના વિષચક્રમાથી બહાર નીકળવા માટે ફરિયાદે દસેક માસ પહેલા શકત શનાળા ગામે રહેતા વ્યાજ વટાવનો ધંધો કરતા દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી પાસેથી ૧૨,૦૦,૦૦૦ લીધેલ હતા અને તેની સામે દર અઠવાડીયાએ બે લાખ વ્યાજ ચુકવતો હતો. અને દેવાભાઈ રબારીએ તેના પૈસાની સીક્યુરીટી પેટે કોટક મહિન્દ્રા બેંકના ચાર ચેક તેની પાસેથી બળજબરીપુર્વક લઈ લીધેલ હતા અને જો પૈસાનુ વ્યાજ સમયસર ચુકવી ન શકે તો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો અને ફરિયાદી દેવાભાઈ રબારીને અત્યાર સુધીમાં ૫૦ લાખ રૂપિયા આપી દીધેલ છે તેમ છતા તેની પાસેથી વધુ પૈસાની માંગણી કરવામાં આવે છે તેમજ થોડા દિવસ બાદ દેવાભાઈ રબારીએ તેના ઓળખીતા વ્યાજ વટાવનો ધંધો કરતા નયન ઉર્ફે નાનુભાઈ રબારીનો સંપર્ક કરાવેલ હતો અને તેની પાસેથી ૧૫,૦૦,૦૦૦ વ્યાજે અપાવ્યા હતા અને તેને દર અઠવાડીયે અઢી લાખ વ્યાજ ફરિયાદી આપતો હતો નયન ઉર્ફે નાનુભાઈ રબારીને અત્યાર સુધીમાં ફરિયાદી ૫૦ લાખ ચુકવી આપેલ છે તો પણ વધુ પૈસાની માંગણી કરે છે. અને જો પૈસા ન આપે તો ફરિયાદી અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપે છે
આજથી ત્રણ માસ પહેલા ફરિયાદી તથા તેના ભાગીદાર યશભાઈ માણેક માર્કેટયાર્ડમાં આવેલ તેની દુકાને બેઠેલ હતા. ત્યારે નાનુ ઉર્ફે નયન તથા દેવાભાઈ રબારી ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને કહેલ કે, “મારા પૈસા કેમ આપતો નથી” અને ત્યારે ફરિયાદીના ખીસ્સામાંથી રોકડા ૨૫,૫૦૦ બળજબરીપૂર્વક લઈ ગયા હતા અને કોટક મહીદ્રા બેંકના કોરા ચાર ચેક સહીવાળા લઈ લીધેલ હતા તેમજ તા. ૮/૫/૨૪ ના રોજ દેવાભાઈ રબારી તથા તેના પિતા ભગવાનજીભાઈ રબારી ફરિયાદીના ઘરે આવેલ હતા અને તેના પિતા પાસે દેવાભાઈ રબારીએ પૈસાની ઉઘરાણી કરેલ હતી અને તેમજ તા તા. ૮/૫/૨૦૨૪ ના રોજ ફરિયાદીના પિતાના મોબાઇલમા અમિતભાઈ દેવાભાઈ અવાડીયાએ તેના મો.નં. ૮૪૬૦૦૧૧૧૧૧ માથી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, “તમારે પૈસા આપવા પડશે તમારે ફરીયાદ કરવી હોય તો કરી દેજો” ત્યાર બાદ સાંજના છએક વાગ્યાના અરસમા ફરિયાદીના ઘરે અમીતભાઇ દેવાભાઇ અવાડીયા તથા તેના પિતા દેવાભાઈ અવાડીયા તથા એક અજાણ્યો માણસ આવ્યા હતા અને ફરિયાદીના પિતા પાસેથી અમીતભાઈ અવાડીયા તથા દેવાભાઇ અવાડીયાએ મોટી રકમની ઉઘરાણી કરી હતી અને દિવસ પાંચમા રૂપીયાની વ્યવસ્થા કરી આપજો નહીતર પરીણામ ભોગવવા તૈયાર રહેજો તેવી ધમકી આપેલ હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ અને તેના દીકરા સહિત ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
