મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

હળવદનાં ચરાડવા પાસે રોડ સાઈડમાં ટ્રક ઉતારી જતાં વૃદ્ધ ડ્રાઈવરનું મોત


SHARE













હળવદનાં ચરાડવા પાસે રોડ સાઈડમાં ટ્રક ઉતારી જતાં વૃદ્ધ ડ્રાઈવરનું મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ચરાડવા ગામ પાસેથી ટ્રક પસાર કર્યો હતો ત્યારે ટ્રક રોડ સાઈડમાં નીચે ઉતરી જતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ટ્રક ડ્રાઇવરને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીના રહેવાસી અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતાં મોવિનખાન સફાતુલાખાન (૬૩) નામના વૃદ્ધ પોતાના હવાલા વાળો ટ્રક લઈને મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ચરાડવા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ટ્રક રોડ સાઈડમાં નીચે ઉતરી ગયો હતો જેથી કરીને અકસ્માત થયો હતો અકસ્માતના બનાવમાં વૃદ્ધને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેઓનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી શહેરના વિસ્તારમાં આવેલ જન કલ્યાણનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં તેજસ્વીબેન જીગ્નેશભાઈ વ્યાસ (૨૦), જીગ્નેશભાઇ દિલીપભાઈ વ્યાસ (૪૯) અને ઉષાબેન જીગ્નેશભાઈ વ્યાસ (૪૦) રહે. બધા જનકલ્યાણનગર સોસાયટી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી અને પાડોશી સાથે બોલાચાલી બાદ મારા મારી થઈ હતી તેવી વિગતો પોલીસ પાસેથી જાણવા મળેલ છે

યુવતી સારવારમાં

મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલ અંબાણી પેપર મીલમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની યુવતી સોનીદેવી રાકેશભાઈ વર્મા (૧૮)ને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર દરમિયાન યુવતી પ્રેગ્નેટ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબનું કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે




Latest News