મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને સગાઈ પ્રસંગ તેમજ જન્મ ઉજવણી કરતા તબિબ


SHARE













મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને સગાઈ પ્રસંગ તેમજ જન્મ ઉજવણી કરતા તબિબ

અનેક પ્રકારની માનવસેવા કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામા આવે છે.ત્યારે મોરબીના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન રાંકજા કે જેઓની સગાઈ તાજેતરમાં થઈ હોય તેમના સગાઈ પ્રસંગ તેમજ ડો.સ્વાતિબેન રાંકજાના જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને કરી હતી.આ તકે અશોકભાઈ ભીમજીભાઈ અઘારા, ડો.સાવનભાઈ અઘારા, ડો.સ્વાતિબેન રાંકજા સહીતનાઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણનો લાભ લીધો હતો.હાલના સમયે લોકો પોતાના સગાઈ પ્રસંગ તેમજ જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન અઘારાએ સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ સગાઈ તેમજ જન્મદીનની શુભકામનાઓ પાઠવી હતી.




Latest News