મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીમાં તનિષ્કના શોરૂમના મેનેજર સહિતના પાંચ કર્મચારીઓ દ્વારા ૧.૫૬ કરોડની ઉચાપત: સ્ટાફે દાગીના જુદીજુદી ફાયનાન્સ પેઢીમાં મૂકીને લીધી ગોલ્ડ લોન !


SHARE







મોરબીમાં તનિષ્કના શોરૂમના મેનેજર સહિતના પાંચ કર્મચારીઓ દ્વારા ૧.૫૬ કરોડની ઉચાપત: સ્ટાફે દાગીના જુદીજુદી ફાયનાન્સ પેઢીમાં મૂકીને લીધી ગોલ્ડ લોન !

મોરબીમાં રામચોક પાસે ટાટા કંપનીના સોનાના ઘરેણા માટેની તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીનો શો રૂમ આવેલ છે તેમાં કામ કરતાં મેનેજર, બૂટિક સેલ્સ ઓફિસર, બે રિટેલ સેલ્સ ઓફિસર અને એક કારીગરે મળીને સ્ટોકમાં ગોલમાલ કરીને શોરૂમના ભાગીદારો અને કંપનીની જાણ બાહર ત્યાથી સોનાના દાગીના બહાર લઈ જઈને જુદીજુદી ફાયનાન્સ પેઢીમાંથી ગોલ્ડ લોન લીધી હોવાનું સામે આવ્યું છે તેમજ ગ્રાહકોને ખોટી રિસીપ આપેલ છે અને કંપની દ્વારા શોરૂમમાં ઓડીટ કરવામાં આવે ત્યારે આ આરોપીઓ પકડાઈ નહીં તે માટે ઓડિટમાં પણ ગોલમાલ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી કરીને હાલમાં શોરૂમના એક ભાગીદારે તેના જ મેનેજર સહિતના પાંચ કર્મચારીઓની સામે ૧,૫૬, ૧૪૦૦૦ ની ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી રવાપર લીલાપર રોડ પ્લેટીનીયમ હાઈટસ બ્લોકનં. ૩૦૨ માં રહેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયા જાતે પટેલ (૫૪)એ હાલમાં હરીભાઇ જયંતીલાલ ભટી રહે. પંચાસર રોડ શીવ સોસાયટી મોરબી, ધવલ અલ્પેશભાઇ પટની રહે. ગ્રીનચોક પાસે મોરબી, આશીષ ગુણવંતભાઇ રહે. મોરબી, ઇરફાન સાદીકભાઇ વડગામા રહે. વાવડી રોડ રામપાર્ક-૧ સલીમ મસ્જીદ પાસે મોરબી અને ભાવના પ્રેમજીભાઇ સોલંકી રહે. સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટી મોરબી વાળાની સામે ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે અને રોનકભાઈ બાલકૃણભાઈ ભાચાણીની ભાગીદારીમાં ટાટા કંપનીના સોનાના ઘરેણા માટેની તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીનો શો રૂમ મોરબીમાં રામચોક પાસે આવેલ છે જેમાં મેનેજર તથા તેમા કામ કરતા સ્ટાફને શો રૂમના સોનાના દાગીના વેચવાની જવાબદારી સોપી આપેલ છે.

આ શો રૂમમા મેનેજર તરીકે હરીભાઇ જયંતીલાલ ભટીની સ્ટોકની જવાબદારી હતી બુટીક સેલ્સ ઓફીસર તરીકે ધવલ અલ્પેશભાઈ પટની છે તેની સ્ટોક ઇન આઉટ કરવાની જવાબદારી છે. તેમજ રીટેલ સેલ્સ ઓફીસર ઈરફાન સાદીકભાઈ વડગામાં અને ભાવના પ્રેમજીભાઈ સોલંકી જે બંને ગ્રાહકને ઘરેણા બતાવે અને સેલ્સ કરીને બિલ બનાવડાવવાની જવાબદારી તેઓની છે અને શો રૂમમા ઘરેણાનું રીપેરીંગનુ કામ આશીષ ગુણવંતભાઇ કરતાં હતા જો કે, તા ૨/૪/૨૪ ના રોજ આ શોરૂમમાં મેનેજરની જે જગ્યા ખાલી હતી ત્યાં રાજકોટથી પરીમલભાઈને મેનેજર તરીકે મૂકવામાં આવ્યા હતા અને તેને સ્ટોક ટેલિ કરવા માટે કહ્યું હતું ત્યારે ફરિયાદીના ભાગીદાર ત્યાં આવ્યા હતા ત્યારે સ્ટોરના સ્ટોકની સાથે સીસ્ટમના સ્ટોકના આંકડા મળતા ન હતા જેથી ડીટેઈલમા તપાસતા સી.સી.ટી.વી. ફુટેજમા શોરૂમના ફ્લોર મેનેજર હરીલાલ જયંતીલાલ ભટી એક પ્રોડકટ કે, જે સીસ્ટમમાં ચડાવેલ ન હતી અને તે પ્રોડકટ ફલોર ઉપર ટ્રેમાં શંકાસ્પદ રીતે નજર ચુકવીને રાખતા જોવામાં આવ્યા હતા

ત્યારબાદ આરોપી ધવલ અલ્પેશભાઇ પટની અને મેનેજર હરીલાલ જયંતીલાલ ભટીને ફરિયાદી અને તેના ભાગીદાર દ્વારા પુછપરછ કરવામાં આવતા તેઓએ ઘણો બધો સ્ટોક કંપની અને માલીકની જાણ બહાર સ્ટોરની બહાર લઈ ગયેલ છે. તેવુ સ્વીકારેલ હતું આ તમામ ગોટાળામા સ્ટોરના કારીગર તરીકે કામ કરતા આશીષ ગુણવંતભાઇ તથા સ્ટોરના સેલ્સ સ્ટાફ તરીકે નોકરી કરતા ઇરફાન સાદીકભાઈ વડગામાં અને ભાવના પ્રેમજીભાઈ સોલંકી પણ સામેલ છે. તેવુ સામે આવ્યું હતું જેથી કરીને કંપનીને જાણ કરી હતી અને ત્યાંથી ઓડિટ આવ્યું હતું અને ઘરેણાની ગણતરીમાં કુલ-૧૦૪ નંગ ઘરેણાં જેની કિંમત ૨,૫૩,૧૧,૦૦૦ થાય છે તે ગાયબ થઈ ગયેલ હતા. જેમની ઉચાપત સ્ટોરના કર્મચારીઓએ જ કરેલ છે જેથી તેના વિષે સ્ટોરના મેનેજર હરીલાલ જયંતીલાલ ભટીને પૂછાતા તેને કહ્યું હતું કે પોતે મુથુટ ફાઈનાન્સ, આઇ.આઇ.એફ.એલ ફાઈનાન્સ તથા ફેડ બેન્કમા ઘરેણા આપેલા છે અને તેની સામે તેની પર્સનલ ગ્લોન લીધેલ હતી જે તમામ ફાઈનાન્સ કંપનીમાથી ઘરેણાં છોડાવવા ૨૯,૨૧,૯૯૯ ફરિયાદી આપેલ હતા તેમજ ઇરફાન વડગામાએ પણ મુથુટ ફાઇનાન્સમા ઘરેણા આપેલા અને તેની સામે તેની પર્સનલ લોન લીધેલ હતી જે ઘરેણાં છોડાવવા ૧૩, ૭૫,૦૦૦ ફરિયાદી આપેલ હતા આમ કુલ મળીને ૩૧ ઘરેણા જેની કિંમત આશરે ૯૮,૧૨,૫૮૨ થાય છે આટલું જ નહીં આ કર્મચારીઓની પ્રાથમિક પુછપરછમાં તેને ઘણા ઘરેણાના રૂપીયા ગ્રાહક પાસેથી લઈને કંપનીમાં જમા કરાવેલ નથી તેમજ ગ્રાહકોના ગોલ્ડન હાર્વેસ્ટર પ્લાનના પૈસા લઈ પોતે વાપરી નાખેલ છે અને અમુક ગ્રાહકોને સોનાના ઘરેણાના ખોટા સર્ટી પણ આપેલ હોવાનુ સામે આવ્યું છે

છેલ્લા અમુક સમયના સ્ટોરના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા માલુમ પડયુ કે આ કર્મચારીઓએ ઘરેણા તથા રૂપીયા પોતે જ કંપની અથવા સ્ટોરના માલીકને જાણ કર્યા વગર લઇ ગયેલ હતા અને તેઓએ ઉચાપતની રકમ ભરપાઈ કરી આપશુ તેવું ફરિયાદીને જણાવ્યુ છે અને તા. ૪/૪/૨૦૨૪ ના રોજ આ તમામ આરોપીઓએ લેખીતમાં તેમના દ્રારા ઘરેણા તથા રૂપીયાની ઉચાપત કરેલ છે. તેવુ સૌગંધનામાથી સ્વીકારેલ છે. અત્રે ઉલેખનીય છે કે, કંપની દ્વારા ઓડીટ કરવામાં આવે ત્યારે આ આરોપીઓ પકડાઈ નહીં તેના માટે ઓડિટમાં પણ ગોલમાલ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે અને થર્ડ પાર્ટી ઓડીટ દરમ્યાન સ્ટોકની ગણતરી સમયે થર્ડ પાર્ટી ઓડીટર આંખ આડા કાન કરી રહયા હોય તેવુ સીસીટીવીમાં જોવા મળેલ છે. જેથી કરીને અન્ય થર્ડ પાર્ટી રીકુ ભાટીયા ઉપર પણ ફરિયાદી શંકા કરેલ છે કેમ કે તા. ૩/૨/૨૦૨૪ ના રોજ થયેલ થર્ડ પાર્ટી ઓડીટમા સ્ટોકમેળ અને ગણતરી મળી ગયેલ હતી તેવો રીપોર્ટ રીંકુ ભાટીયાએ આપેલ છે અને હિરલ કનોજીયા દ્રારા તા. ૨૦/૯/૨૦૨૩ તથા તા.૨૮/૧૨/૨૦૨૨ ના રોજ થયેલ ઓડીટમા સ્ટોકમેળ અને ગણતરી મળી ગયેલ હતી તેવો રીપોર્ટ આપવામા આવેલ છે જો કે, સ્ટોકના મેનેજર ધવલ સોનીએ સ્વીકારેલું છે કે છેલ્લા દોઢબે વર્ષથી આ સમગ્ર ઉચાપત સ્ટોરમા તે તથા મેનેજર હરીલાલ ભટીની મીઠી નજર હેઠળ ચાલે છે. તેમજ થોડા સમય પહેલા ફરિયાદીના શોરૂમે દિપકભાઈ પરમાર નામના ગ્રાહક આવેલ હતા અને તેને તેઓને કહ્યું હતું મે થોડા સમય પહેલા તેને સોનાનો ચેઇન અને બ્રેસલેટ લીધું હતું તેના રોકડા ૩,૩૦,૦૦૦ મેનેજર હરીલાલ ભટીને આપેલ હતા તો પણ ઓડીટ સમયે તેની પાસેથી દાગીના મંગાવ્યા હતા અને થોડા દિવસમા તમને આ દાગીના પરત આપી દેશુ તેમ કહેલ હતુ પરંતુ હજુ સુધી દાગીના પરત આપેલ નથી અને તે ગ્રાહકની રીસીપ જોતા શોરૂમની સીસ્ટમમા કયાંક રિસીપ ચડેલ ન હતી અને ડુપ્લીકેટ રીસીપ બનાવેલ હોવાનુ સામે આવ્યું છે

આ પાંચેય આરોપી શોરૂમના જવાબદાર કર્મચારી છે અને ગ્રાહકોને ઘરેણા વેચવાની જવાબદારી સોપેલ હતી તેઓ દ્રારા અલગ અલગ સમયે સોનાના ઘરેણા જેમાં સોનાની બુટીનંગ- ૮, સોનાના સેટ નંગ- ૧૧, બેંગ્લસ (બંગડી) નંગ- ૧૮, ચેઇન નંગ- ૧૪, વીંટી નંગ- ૧૫, પેન્ડલ નંગ- ૧ મંગળસૂત્ર નંગ- ર, પેન્ડલના સેટ નંગ- ૩ તથા અધર નંગ- ૧ એમ કુલ સોનાની કુલ ૭૩ નંગ ઘરેણા તથા દિપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા આરોપીઓએ પરત મંગાવી દિપકભાઈને પરત નહી આપી ખોટી રીસીપ બનાવી આપેલ હતી અને આ તમામ ઘરેણાની કુલ કિંમત ૧,૫૬, ૧૪૦૦૦ થાય છે. જે દાગીના આજદીન સુધી તપાસ કરતા મળી આવેલ નથી જેથી શોરૂમ વાળાએ હાલમાં તેના જ મેનેજર સહિતના પાંચ કર્મચારીઓની સામે ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News