મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મુખ્યમંત્રીના આદેશ બાદ મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાનું કામ શરૂ: મોરબી-માળીયાને ૭૦ દિવસ સુધી ચાલે તેટલું પાણી દરિયામાં વહી જશે !


SHARE











મુખ્યમંત્રીના આદેશ બાદ મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાનું કામ શરૂ: મોરબી-માળીયાને ૭૦ દિવસ સુધી ચાલે તેટલું પાણી દરિયામાં વહી જશે !

મોરબી નજીકના મચ્છુ-૨ ડેમના ૩૮ દરવાજા પૈકીના પાંચ દરવાજાઓને બદલવાના છે જેથી કરીને ડેમમાં હાલમાં જે પાણીનો જળ જથ્થો ભર્યો છે તે નદીમાં છોડીને ડેમને ખાલી કરવા માટેની કામગીરી રવિવારથી શરૂ કરવામાં આવી છે અને આગામી દોઢ મહિનામાં આ ડેમના પાંચ દરવાજા બદલવાના છે જો કે, ગત વર્ષે પણ આ દરવાજા બદલાવવા માટેનું આયોજન કરાયું હતું પરંતુ સરકારમાંથી મંજૂરી આવી ન હતી જેથી કામ કરવામાં આવ્યું ન હતું પરંતુ આ વર્ષે મુખ્યમંત્રીએ કોઈપના પ્રકારનું જોખમ ન લેવાની અધિકારીને સૂચન આપીને દરવાજા બદલાવી નાખવા માટે આદેશ કરેલ છે પરંતુ વરસાદની આગાહી અને ચોમાસાના આગમન વચ્ચે આ કામ સો ટકા પૂરું થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે અને ડેમના દરવાજા બદલાવવામાં કામ માટે મોરબી અને માળીયા તાલુકાને ૭૦ દિવસ સુધી પીવાનું પાણી સપ્લાઈ કરી શકાય તેટલું પણ નદીમાં છોડી દેવામાં આવતા દરિયામાં વહી જશે

મોરબી અને માળિયા તાલુકા માટે મચ્છુ બે ડેમ આશીર્વાદ સમાન છે અને આ ડેમમાંથી બંને તાલુકાના પીવા અને સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે આ વખતે પણ આગામી ચોમાસા સુધી મોરબીના લોકોને પીવાના પાણી માટેની કોઈ ચિંતા નથી જોકે મચ્છુ બેડેમના ૩૮ પૈકીના પાંચ દરવાજા જોખમી બન્યા હોવાથી તેને બદલાવા માટેની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે અને આગામી દોઢ મહિનાની અંદર આ પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી અમદાવાદના કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે તેવું મચ્છુ-૨ ડેમના સેક્શન ઓફિસર વી.કે. પટેલ પાસેથી જાણવા મળેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, મચ્છુ-૨ ડેમમાં ૩૧૦૪ એમસીએફટી પાણીનો જળ જથ્થો સંગ્રહીત થાય છે જોકે હાલમાં આ ડેમની અંદર ૯૮૯ એમસીએફટી પાણીનો જળ જથ્થો ભરેલો છે તેમાંથી ડેમના દરવાજાના રીપેરીંગ કામ માટે થઈને ૭૩૦ એમસીએફટી કરતાં વધુ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડી દેવામાં આવશે

મચ્છુ-૨ ડેમમાંથી પાણીનો જળ જથ્થો છોડવા પહેલા મોરબી અને માળિયા તાલુકાના ૩૪ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સલામતીના ભાગરૂપે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ મચ્છુ નદીના પટ વિસ્તારમાં લોકોની અવરજવર ન થાય તેના માટેની પૂરી તકેદારી રાખી રહ્યા છે અને ખાસ કરીને ઉનાળામાં મોરબી અને માળિયા તાલુકાના પીવાના પાણીની કોઈ સમસ્યા ન થાય તે માટેનું પણ આયોજન કર્યું છે જેના ભાગરૂપે મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નર્મદાની મચ્છુ કેનાલ મારફતે મોરબીના મચ્છુ-૨ ડેમ સુધી નર્મદાનું પાણી મોકલવામાં આવશે અને તેના થકી બંને તાલુકાઓને આગામી ચોમાસા સુધી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે

વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબી અને માળીયા તાલુકામાં દરરોજ પીવાના પાણી માટે ડેમમાંથી ૧૦ એમસીએફટી પાણીનો જથ્થો ઉપડવામાં આવે તે તે હિસાબે જોવા જઈએ તો આ બંને તાલુકાને આગામી ૭૦ દિવસ કરતાં વધુ સમય સુધી પીવાનું પાણી પૂરું પડી શકાય તેટલો પાણીનો જથ્થો મોરબીના આ મહાકાય મચ્છુ-૨ ડેમમાંથી મચ્છુ નદીમાં છોડી દેવામાં આવશે જો આ પાણીને મચ્છુની કેનાલ મારફતે વહેલાથી ધીમેધીમે છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોત હાલમાં જે પાણી દરિયામાં વહી જવાનું છે તે પાણીથી મોરબી તાલુકાનાં જેટલા શકાય તેટલા ગામોના તળાવ ભરવા માટે ઉયપગી બન્યું હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, મોરબીની મચ્છુ નદીમાં મચ્છુ-૨ ડેમમાંથી પાણીનો જળ જથ્થો રવિવારે સવારે ૧૧ વાગ્યેથી બે દરવાજા ખોલીને છોડવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં વધુ દરવાજા ખોલીને પાણીનો જળ જથ્થો નદીમાં છોડવામાં આવશે પરંતુ દોઢ મહિનાના સમયગાળા દરમિયાન જો ચોમાસુ સક્રિય થઈ જશે તો મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાની કામગીરી સો ટકા પૂર્ણ થશે કે કેમ તે હાલમાં કહેવું મુશ્કેલ છે






Latest News