મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત થનાર શિક્ષકોની સેવા–સુરક્ષા માટે પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા આવેદન અપાયું મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહની ભવ્ય પોથીયાત્રા યોજાઇ વિકસિત ભારતના બણગાં: મોરબી નજીકના ઘુટુ ગામે આવેલ રામકો સોસાયટીમાં 15 વર્ષથી રહેતા લોકોની નથી મળતી પ્રાથમિક સુવિધા ! મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

મચ્છુ-૨ ના પાણીથી ૧૦ ચેકડેમ, મચ્છુ-૩ ડેમ અને ત્રણ ગામના તળાવ ભરાશે: કાર્યપાલક ઈજનેર


SHARE













મચ્છુ-૨ ના પાણીથી ૧૦ ચેકડેમ, મચ્છુ-૩ ડેમ અને ત્રણ ગામના તળાવ ભરાશે: કાર્યપાલક ઈજનેર

મોરબી નજીકના મચ્છુ-૨ ડેમમાંથી હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે લોકોને પીવામાં ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી દરિયામાં વહી જતું હોય તે બાબતે મોરબી સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર પ્રેક્ષાબેન ગોસ્વામી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હાલમાં મચ્છુ-૨ ડેમમાંથી જે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેના થકી મચ્છુ-૨ થી મચ્છુ-૩ વચ્ચેના અંતરમાં આવેલા ચાર ચેકડેમ તેમજ મચ્છુ-૩ ડેમથી લઈને દરિયા સુધીના વિસ્તારમાં આવેલા છ ચેકડેમ આમ કુલ મળીને ૧૦ ચેકડેમો આ પાણીથી ભરાઈ જશે તે ઉપરાંત મચ્છુ-૩ ડેમને પણ આખો ભરવામાં આવશે તથા માળીયા મીયાણા તાલુકાના સરવડ, નવાગામ અને ભેલા ગામના તળાવોને મચ્છુ-૨ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી મારફતે ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જોકે, મચ્છુ-૨ ડેમમાંથી જે કેનાલ નીકળે છે તે કેનાલમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હોવાથી તેમાં પાણી છોડી શકાય તેમ નથી જેથી કરીને હાલમાં મચ્છુ-૩ ડેમની કેનાલ મારફતે ત્રણ ગામના તળાવો રવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં જે મચ્છુ-૨  ડેમને ખાલી કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે તે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે અને ધીમે ધીમે ડેમમાંથી પાણીના જથ્થાનો પ્રવાહ વધારવામાં આવશે અને કુલ મળીને ૭૩૫ એમસીએફટી જેટલું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવશે જોકે લોકોને પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટેની પૂરેપૂરી તકેદારી પણ રાખવામાં આવી છે તેવું અધિકારીએ જણાવ્યું છે




Latest News