મચ્છુ-૨ ના પાણીથી ૧૦ ચેકડેમ, મચ્છુ-૩ ડેમ અને ત્રણ ગામના તળાવ ભરાશે: કાર્યપાલક ઈજનેર
મોરબી-માળીયા તાલુકાનાં ૧૦ ગામના તળાવ ભરવા માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની રજૂઆત
SHARE







મોરબી-માળીયા તાલુકાનાં ૧૦ ગામના તળાવ ભરવા માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની રજૂઆત
ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જુદા જુદા ૧૦ જેટલા ગામના તળાવો ભરવા માટે થઈને ભલામણ કરી છે અને ધારાસભ્ય દ્વારા જે પત્ર લખવામાં આવ્યું છે તેમાં તેણે જણાવ્યું છે કે મચ્છુ-૨ ના દરવાજા બદલવા માટેની જે કામગીરી કરવાની છે તેના માટે મચ્છુ-૨ ડેમમાંથી પાણી ખાલી કરવાનું છે અને આ પાણી જો મચ્છુ-૨ ડેમ પાસેથી નીકળતી કેનાલ મારફતે છોડવામાં આવશે તો બરવાળા, બગથળા, લૂંટાવદર, પીપળીયા, નાનીવાવડી, બીલીયા, મોડપર, નારણકા, ખેવારિયા, દેરાળા, ફગસિયા, સહિતના ગામના તળાવો સુધી પાણી પહોંચાડી શકાય તેમ છે અને ગામના તળાવમાં પાણી ભરાઈ જાય તો ઉનાળામાં અબોલ જીવ માટે પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જાય તેની સાથે આ ગામના લોકોને પણ પાણી ઉપયોગમાં આવી શકે તેમ છે. અત્રે ઉલ્લેખીએ છે કે મચ્છુ-૨ માંથી નીકળતી કેનાલમાં રીપેરીંગ કામ ચાલુ છે ત્યાં કાચા પાળા કરીને પાણી છોડવામાં આવે તો ઉપરોક્ત ગામના તળાવો સુધી પાણી પહોંચાડી શકાય તેમ છે તેવું ધારાસભ્ય કહી રહ્યા છે પરંતુ અધિકારીના કહેવા મુજબ જો કેનાલમાં પાણી છોડવામાં આવે તો તે કાચા પાળા રહે નહીં અને ખેડૂતોના ખેતરમાં નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેમ છે જેથી કરીને મચ્છુ ડેમમાંથી નીકળતી કેનાલમાં હાલમાં પાણી છોડી શકાય તેમ નથી
