મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જતા આધેડનું મોત


SHARE













મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જતા આધેડનું મોત

મોરબીના સામાકાંઠે ભડીયાદ ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીના કાંઠેથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.જેને પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હદ વેરિફિકેશન કર્યું હતું અને બાદમાં તાલુકા પોલીસ મથક ખાતે આ બાબતે નોંધ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આ દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે ભડીયાદ ગામ તરફ જવાના રસ્તે નદીના કાંઠેથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હોય સ્થાનિકો તરફથી જાણ કરવામાં આવતા પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન બાદમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે તપાસ કરી હતી જોકે તે હદ તેઓમાં આવતી ન હોય બાદમાં મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને બનાવ મોરબી તાલુકા પોલીસ મથકનો જણાતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકીએ બનાવની નોંધ કરીને તજવીજ શરૂ કરી હતી.વધુમાં તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા નારણભાઈ પ્રેમજીભાઈ કગથરા નામના ૫૮ વર્ષીય આધેડ નદીમાં નાહવા માટે ગયા હતા અને તેઓ ગુમ થયા હતા.તેઓ નદીમાં નાહવા માટે ગયા હોય ઉમર અવસ્થાના લીધે તેઓ મચ્છુ નદીમાં ડૂબી ગયા હતા અને બાદમાં તેમનો મૃતદેહ મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ ગામની પાછળથી પસાર થતી મચ્છુ નદીના પટમાંથી મળી આવ્યો હતો.હાલ મરણ જનાર નારણભાઈ પ્રેમજીભાઈ કગથરા (ઉમર ૫૮) રહે.લીલાપર રોડ નીલકમલ સોસાયટીના પરિવારજનોને આ બાબતે જાણ કરીને બનાવની નોંધ કરી તાલુકા પોલીસ દ્રારા આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

રોડ ઉપરના ખાડામાં અચાનક બ્રેક મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાન ઈજાગ્રસ્ત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડા ગામના પાટીયા બાજુ જતા રસ્તે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં યુવાનને ઇજા થતા સારવારમાં ખસેડાયો છે.વધુમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતો દિનેશભાઈ સોમાભાઈ પુરનીયા નામનો ૨૭ વર્ષનો યુવાન કામ સબબ માળીયા હાઇવે ઉપરથી તે ટીંબડી ગામના પાટીયા બાજુ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આવતા કાવેરી સિરામિક પાસે રોડ ઉપરના ખાડામાં તેણે અચાનક બ્રેક મારતા વાહન સ્લીપ થઈ ગયુ હતુ.જેમાં તેને ઇજાઓ થતા ૧૦૮ વડે અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

પ્રેમ પ્રકરણમાં યુવાન ઉપર હુમલો

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં એસારના પંપની પાછળ રહેતો રમેશ ગોપાલભાઈ ટીડાણી નામનો ૨૨ વર્ષનો કોળી યુવાન તા.૧૦ ના રોજ રાત્રિના તેના ઘરે હતો ત્યારે જાંબુડીયા ખાતે રહેતા ત્રણેક લોકો તેના ઘરે આવ્યા હતા અને ધોકા વડે તેમજ ઢીકાપાટુ વડે તેને માર મારવામાં આવતા પગના ભાગે ઇજાઓ પહોંચી હતી.જેથી તેને સીરવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.વધુમાં રમેશભાઇના પરિવારજનો પાસેથી મળતી માહિતી પ્રમાણે અગાઉના પ્રેમ સંબંધનો રોષ રાખીને જાંબુડીયા ખાતે રહેતા ત્રણ લોકો તેમના ઘરે આવ્યા હતા અને જૂની અદાવતનો રોષ રાખીને તેને ઢિકાપાટુ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો.મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આ દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.




Latest News