લો બોલો: મોરબીના રાજનગર-૩ માં ઘર પાસે પાર્ક કરેલી કારમાથી તસ્કરો બે ટાયર ચોરી ગયા !
મોરબીના ઘૂટું ગામેથી બે બાઇક ચોરી થયાની અગાઉ પકડાયેલા ૩ શખ્સોની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ
SHARE
મોરબીના ઘૂટું ગામેથી બે બાઇક ચોરી થયાની અગાઉ પકડાયેલા ૩ શખ્સોની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ
મોરબી પંથકમાંથી બાઈક ચોરી કરનારા ત્રણ શખ્સોને અગાઉ થાન પોલીસે પકડયા હતા અને તેની પાસેથી મોરબીના અનેક ચોરાઉ બાઈક મળી આવ્યા હતા જેથી કરીને હાલમાં મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી કરવામાં આવેલા બાઇકની ફરિયાદો લઇને પોલીસ દ્વારા આરોપીઓ સામે વધુમાં વધુ ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા ત્રણ શખ્સોની સામે વધુ બે બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીની અંદર રહેતા સહદેવસિંહ દોલુભા મોરી જાતે રાજપૂત (ઉંમર ૪૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગત તા ૨૩/૫/૨૧ નાં રોજ રાત્રીના કોઈ પણ સમયે તેઓના ઘર પાસે તેઓએ પોતાનું સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે ૩૬ એચ ૪૨૯૭ પાર્ક કરીને મૂક્યું હતું જે કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરે છે જે ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હતી આવી જ રીતે ઘૂટું ગામે રહેતા શબ્બીરભાઈ અનવરભાઈ સેવાંગીયાનું બાઇક નંબર જીજે ૩૬ જે ૫૫૩૧ ચોરી કરવામાં આવ્યું હતું જેની કિંમત પણ ૨૫ હજાર રૂપિયા છે આમ કુલ મળીને ઘૂટું ગામેથી ૫૦ હજાર રૂપિયાની કિંમતના બે બાઈકની ચોરી થઈ હતી જેની હવે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સહદેવસિંહ મોરીએ ફરિયાદ નોંધાવી છે અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા ગૌતમ ટપુભાઈ ડાભી, વિકાસ ભરતભાઈ પનારા અને રાકેશ દેવજીભાઈ મકવાણા સામે હાલમાં પોલીસે બાઇક ચોરીનો વધુ એક ગુનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
લાલપર બાઇક ચોરી
મોરબીના લાલપર ગામ પાસે આવેલ વર્ધમાન હોટલની પાછળના ભાગમાં હોટલના પાર્કિંગમાંથી બાઇક ચોરી થઇ હોવાની થોડા દિવસો પહેલા શરદભાઈ હરિલાલ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેનો બાઇક નંબર જીજે ૧૦ સીજે ૫૫૬૪ તેમજ અન્ય બે બાઇક નંબર જીજે ૫ એસ.કે ૪૩૪૧ અને જીજે ૩ એલકે ૦૭૦૩ આ ત્રણ બાઇકની ચોરી કરવામાં આવે છે આમ કુલ ૬૦ હજાર રૂપિયાની કિંમતના ત્રણ બાઇકની ચોરી કરવામાં આવી હોય અગાઉ ચોરીમાં પકડાયેલા ગૌતમ ટપુભાઈ ડાભી, વિકાસભાઈ ભરતભાઇ પનારા અને રાકેશ દેવજીભાઈ મકવાણા રહે, ત્રણેય થાન વાળાની સામે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં હાલમાં પોલીસે ગૌતમ ટપુભાઈ ડાભી અને વિકાસભાઈ ભરતભાઇ પનારા રહે, બંન્ને થાન વાળાની ધરપકડ કરેલ છે અને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે.