મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી


SHARE





મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને તેને શોધવા છતાં પણ કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગેલ નથી જેથી યુવતીના પરિવારજન દ્વારા આ બાબતે મોરબી બે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે ગુમસુધા નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા રાજેન્દ્રસિંહ ગિરીશસિંહ કરગીયાની 19 વર્ષની દીકરી માનસીબેન ગત તા. 13/2 ના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ છે અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી આ બાબતે તેના પરિવારજન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે ગુમસુધાની નોંધ કરીને યુવતીને શોધવા માટે તજવી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે યુવતીને જમણા હાથમાં ઓમ તોફાવેલ છે અને તે ઘરેથી નીકળી હતી ત્યારે તેણે બ્લુ કલરનું ટોપ અને આછા દુધિયા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું હતું આ યુવતીનો કોઈ જગ્યાએ પતો લાગે અથવા તો કોઈને તેની જાણ હોય તો મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઝાપડિયા મો. નં. 97140 64419 અથવા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મો. નં. 63572 40718 ઉપર જાણ કરવા માટે જણાવ્યું છે




Latest News