મોરબીમાં તનિષ્કના શોરૂમમાંથી ૧.૫૬ કરોડની ઉચાપત કરનારા મેનેજર સહિતના ચાર આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીમાં તનિષ્કના શોરૂમમાંથી ૧.૫૬ કરોડની ઉચાપત કરનારા મેનેજર સહિતના ચાર આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીનો શો રૂમ આવેલ છે તેમાં કામ કરતાં મેનેજર, બૂટિક સેલ્સ ઓફિસર, બે રિટેલ સેલ્સ ઓફિસર અને એક કારીગરે મળીને સ્ટોકમાં ગોલમાલ કરીને શોરૂમના ભાગીદારો અને કંપનીની જાણ બાહર ત્યાંથી સોનાના દાગીના બહાર લઈ જઈને જુદીજુદી ફાયનાન્સ પેઢીમાંથી ગોલ્ડ લોન લીધી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં મેનેજર સહિતના ચાર આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ તેના શોરૂમના મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી તેમજ ધવલ અલ્પેશભાઇ પટની, આશીષ ગુણવંતભાઇ, ઇરફાન સાદીકભાઇ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઇ સોલંકી સામે ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેનો તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીનો શો-રૂમ મોરબીમાં રામચોક પાસે આવેલ છે જેમાં આરોપી નોકરી કરતાં હતા અને આ શો-રૂમમાં મેનેજરની એક જગ્યા ખાલી હતી તેને ભરવામાં આવી ત્યારે સ્ટોક ટેલિ કરતાં સમતે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મેનેજર હરીલાલ સહિતના આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેઓએ ઘણો બધો સ્ટોક કંપની અને માલીકની જાણ બહાર સ્ટોરની બહાર લઈ ગયેલ છે. તેવુ સ્વીકારેલ હતું અને ત્યાંથી દાગીના લઈ જઈને આરોપીઓએ તે દાગીનાને મુથુટ ફાઈનાન્સ, આઇ.આઇ.એફ.એલ ફાઈનાન્સ તથા ફેડ બેન્કમા મૂક્યા હતા અને તેના આધારે લોન લીધી હતી
આ આરોપીએ કુલ મળીને ૧૦૪ દાગીનાની ગોલમાલ કરી હતી જેમથી ૩૧ ઘરેણા પાછા મળી ગયેલ છે જો કે, ૭૩ નંગ ઘરેણા તથા ગ્રાહક દિપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા આરોપીઓએ પરત મંગાવી દિપકભાઈને દાગીના પરત નહી આપી ખોટી રીસીપ બનાવી આપેલ હતી અને આ તમામ ઘરેણાની કુલ કિંમત ૧,૫૬, ૧૪૦૦૦ થાય છે તેની ઉચાપત કરેલ છે જેથી આ ગુનામાં તપાસનીસ અધિકારી દ્વારા આ ગુનામાં હાલમાં આરોપી મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી તેમજ ધવલ અલ્પેશભાઇ પટની, આશીષ ગુણવંતભાઇ અને ઇરફાન સાદીકભાઇ વડગામાની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આગામી તા ૨૦ સુધી એટ્લે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લે થર્ડ પાર્ટી ઓડીટમા સ્ટોકમેળ અને ગણતરી મળી ગયેલ હતી તેવો રીપોર્ટ રીંકુ ભાટીયા અને હિરલ કનોજીયાએ આપેલ છે જેથી કરીને તે બંને પણ શંકાના દાયરામાં છે કેમ કે, પકડાયેલ આરોપી પૈકીનાં સ્ટોકના મેનેજર ધવલ સોનીએ સ્વીકારેલું છે કે “છેલ્લા દોઢ-બે વર્ષથી આ સમગ્ર ઉચાપત સ્ટોરમા મેનેજર હરીલાલ ભટીની મીઠી નજર હેઠળ ચાલતી હતી