ઇલેક્ટ્રીક મોટર ચોર ગેંગ સક્રિય !: હળવદના મેરૂપર પાસેથી વધુ બે મોટરની ચોરી
ચામડા ફાડી નાખે તેવું વ્યાજ !: મોરબીમાં ધંધા માટે વ્યાજ રૂપિયા લઈને યુવાન ભરાઈ ગયો, ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ
SHARE






ચામડા ફાડી નાખે તેવું વ્યાજ !: મોરબીમાં ધંધા માટે વ્યાજ રૂપિયા લઈને યુવાન ભરાઈ ગયો, ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ
મોરબીમાં રહેતા યુવાને ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી કરીને જુદાજુદા સમયે ત્રણ વ્યાજખોર પાસેથી ચામડા ફાડી નાખે તેવા વ્યાજે રૂપિયા લીધા હતા અને યુવાને વ્યાજખોરોને વ્યાજ ચૂકવ્યું પણ હતું તો પણે તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે તેને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી જેથી કરીને યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ વ્યાજખોરની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચકોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ માણેકવાડાના રહેવાસી અને હાલમાં મોરબીના આલાપ રોડ અંજલીપાર્ક પંચવટી એપાર્ટમેન્ટ સામે રહેતા રવિરાજભાઈ જગદીશભાઈ દેત્રોજા જાતે પટેલ (૨૨)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભુપતભાઇ જારીયા રહે. આનંદનગર મોરબી, રાજેશભાઇ બોરીચા રહે. ગજડી અને ભરતભાઇ કાનજીભાઇ ચાવડા રહે. રવાપર ગામ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને ધંધામાં રૂપિયાની જરૂર હતી જેથી કરીને અઢી મહીના પહેલા આરોપી ભુપતભાઈ જારીયા પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા અને અઠવાડીયા બાદ વધુ પૈસાની જરૂરીયાત ઊભી થતાં વધુ બે લાખ લીધેલ હતા આમ કુલ મળીને ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધેલ હતા ત્યારે જ વ્યાજ કાપીને ફરિયાદીને ૨.૭૦ લાખ રૂપિયા આપેલ હતા અને આરોપી ભુપતભાઈને દર દસ દિવસે એક લાખનું ૧૦,૦૦૦ વ્યાજ આપવાનું હતું એટલે કે ત્રણ લાખનું ૩૦,૦૦૦ વ્યાજ આપવુ હતું અને ફરિયાદી પાસેથી કોટક મહીન્દ્રા બેન્કના ચાર સહી વાળા ચેક લેવામાં આવેલ હતા અને નોટરી લખાણ પણ કરાવ્યુ હતી અને ફરિયાદી રેગ્યુલર વ્યાજ ચુકવતો હતો તેમ છતા વધુ રૂપીયા માટે ગાળો આપીને ધમકીઓ આપીને ઉઘરાણી કરી હતી ત્યારે બાદ ભુપતભાઈ જારીયાને વ્યાજ ચુકવવુ હતુ જેથી ફરિયાદીને ભૂપતભાઇએ તેના જાણીતા રાજેશભાઈ બોરીચા પાસેથી પૈસા લઈને મને વ્યાજ ચુકવી દે તેમ કહ્યું હતું જેથી રાજેશભાઈ બોરીચા પાસેથી દોઢેક મહીના પહેલા ચાર લાખ વ્યાજે લીધેલ હતા અને વ્યાજ કાપીને ૩.૧૦ લાખ રૂપિયા આપેલ હતા અને તેને દર દસ દિવસે એક લાખના ૧૦,૦૦૦ લેખે કુલ ૪૦,૦૦૦ વ્યાજ આપવાનું હતું જે વ્યાજ તેને ફરિયાદી આપેલ છે અને તેની પાસેથી એસબીઆઈ બેન્કનો એક ચેક સહી વાળો લીધેલ હતો તેમજ નોટરી લખાણ પણ કરાવ્યુ છે અને ફરિયાદી રેગ્યુલર વ્યાજ ચુકવતો હતો તેમ છતા વધુ રૂપીયા પડાવવા માટે ગાળો આપીને ધમકીઓ આપવામાં આવતી હતી.
તેમજ દોઢેક મહીના પહેલા ભરતભાઈ કાનજીભાઈ ચાવડા પાસેથી ૫,૦૦,૦૦૦ વ્યાજે લીધેલ હતા અને તેને દર દસ દિવસે ૪૦૦૦૦ વ્યાજ ચુકવવાનું હતું અને તેને ફરિયાદી પાસેથી ચાર કોટક મહિન્દ્રા બેન્કના સહી વાળા ચેક લીધેલ હતા અને દર દસ દિવસે ફરિયાદી વ્યાજ આપતો હતો જો કે, છેલ્લા એકાદ મહીનાથી વ્યાજ નહીં આપતા ફરિયાદી તેના ઘરે પિતા અને દાદા નરભેરામભાઈને વાત કરી હતી ત્યાર બાદ ભરતભાઈને બોલાવીને ૬,૫૦,૦૦૦ રોકડા ચુકવી આપેલ હતા ત્યાર બાદ ફરિયાદી અને તેનો નાનો ભાઈ થોડા દિવસ પછી એમ.જી. હેકટર નં. જીજે ૩૬ આર ૨૨૨૨ લઈને લીલાપર કેનાલ રોડે ગેરેજ પાસે હતા ત્યારે ભરતભાઈ ચાવડાએ ત્યાં આવીને “કેમ મને મારૂ વ્યાજ નથી ચુકવતો” તેમ કહીને તેની ગાડી ભરતભાઈ લઈ ગયેલ હતા અને “ગાડી મારા નામે થઇ ગયેલ છે. હવે ગાડી માંગતો નહી” તેમ કહી બળજબરી પુર્વક તેની ગાડી પડાવી લીધેલ છે અને જો વ્યાજ સમયસર નહી ચુકવે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા મનીલેન્ડર્સ એકટ-૨૦૧૧ ની કલમ- ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે અને આ ગુનાની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એન. ભટ્ટ ચલાવી રહ્યા છે


