મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બુરખો પહેરીને ઇનોવા ગાડીની ચોરી કરવાના ગુનામાં પૂર્વ પાસ આગેવાનના દીકરાની ધરપકડ


SHARE











મોરબીમાં બુરખો પહેરીને ઇનોવા ગાડીની ચોરી કરવાના ગુનામાં પૂર્વ પાસ આગેવાનના દીકરાની ધરપકડ

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ પ્લેટિનિયમ હાઈટના પાર્કિંગમાં ઇનોવા ગાડી પાર્ક કરીને મૂકી હતી જે ઇનોવા ગાડી તેમજ અન્ય ચાર ગાડીઓની ચાવી તથા ગાડીમાં રાખેલ રોકડા ૧૨,૦૦૦ ની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગાડીની ચોરી બુરખો પહેરીને કરવામાં આવી હતી જેથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા હતા તેવામાં ગુનામાં હાલમાં પોલીસે પૂર્વ પાસ આગેવાનના દીકરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી મુજબ મોરબીના સુભાષનગરમાં રહેતા દીપકકુમાર ધનજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૪૪)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી કે, લીલાપર કેનાલ રોડ પ્લેટિનિયમ હાઈટના પાર્કિંગમાં ઇનોવા ગાડી નંબર જીજે ૩૬ એએલ ૩૭૧૦ જેની કિંમત રૂપિયા ૩૬ લાખ તેમજ ઈનોવા ગાડીમાં રાખેલા રોકડા રૂપિયા ૧૨,૦૦૦ અને ત્યાં પાર્કિંગમાં રાખવામાં આવેલ અન્ય ગાડીઓની ચાર ચાવી આ તમામ મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જોકે ઇનોવા ગાડી જે ચોરી કરવામાં આવી હતી તેનું કંપનીમાંથી જીપીએસ સિસ્ટમનું લોકેશન કઢાવવામાં આવતા હળવદ તાલુકાના ટીકર ગામ નજીક ગાડી હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં તપાસ કરવામાં આવતા મકાનની પાછળથી રેઢી હાલતમાં ઇનોવા ગાડી મળી આવેલ હતી પરંતુ ઇનોવા ગાડીની ચાવી ન હતી અને એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી કરવામાં આવેલ અન્ય ચાર ગાડીની ચાવીઓ તેમજ રોકડા ૧૨,૦૦૦ મળી આવેલ ન હતા જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ આર.પી. રાણા દ્વારા વાહન ચોરીના ગુનામાં રાજભાઈ નિલેશભાઈ એરવાડીયા જાતે પટેલ (૨૧) રહે. અવની ચોકડી પાસે વૃંદાવન પેલેસ ફ્લેટ નંબર ૬૦૨ મોરબી વાળાની ધરપકડ કરેલ છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી રાજભાઈના પિતા પૂર્વ પાસ આગેવાન છે અને સામાજિક આગેવાન હોય તેઑ હાલમાં સેવાકીય કામ સાથે જોડાયેલ છે જો કે, રાજભાઈ નિલેશભાઈ એરવાડીયાએ બુરખો પહેરીને લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ પ્લેટિનિયમ હાઈટના પાર્કિંગમાંથી ઇનોવા ગાડીની ચોરી કેમ કરી હતી અને તે ગાડીને ટીકર ગામ પાસે મકાનની પાછળના ભાગમાં કોણે મૂકી હતી અને શા માટે મૂકી હતી તે હાલમાં તપાસનો વિષય છે જેથી કરીને પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News