મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

ગુનેગારોનું ઘર એટલે મોરબી ? : વડોદરાથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ભોગ બનાર સાથે મોરબીમાંથી મળી આવ્યો


SHARE







ગુનેગારોનું ઘર એટલે મોરબી ? : વડોદરાથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ભોગ બનાર સાથે મોરબીમાંથી મળી આવ્યો

મોરબી તાલુકા પોલીસની હદ વિસ્તારન ગ્રામ્ય વિસ્તારમાં વડોદરા પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને અહીંથી ભોગ બનનાર સગીરા આરોપી સાથે મળી આવતા હાલ બંનેને તપાસના કામે સાથે વડોદરા લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વડોદરાના વાઘોડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ બાતમીના આધારે મોરબી આવ્યા હતા.ત્યાં વડોદરા ખાતે તેઓના પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ થી અપહરણનો ગુનો નોંધાયો હોય અને તે ગુનાની તપાસમાં તેઓ મોરબી આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટાફને સાથે રાખીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં તપાસ કરવામાં આવતા.મોરબી ખાતેથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવેલ ભોગ બનનાર સગીરા આરોપી રાકેશ રમેશભાઈ નાયક (ઉમર ૨૪) રહે.ખજુરીયા તા.જી.છોટાઉદેપુર વાળા સાથે મોરબી ખાતેથી મળી આવી હતી.જેથી હાલમાં ભોગ બનેલ સગીરા તથા આરોપી રાકેશ નાયકને તપાસના કામે વડોદરા લઈ ગયા હોવાનું સ્થાનિક પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે.

રામકૃષ્ણનગરમાં થયેલ મારામારીના બનાવમાં ધરપકડ

મોરબીના સામાકાંઠે આવેલા રામકૃષ્ણનગરમાં ઝઘડો થયા બાદ સામસામી મારામારીનો બનાવ બન્યો હતો અને બાદમાં લારી સળગાવી દેવાની ઘટના બનૂ હતી.જેમાં વૃદ્ધનું દાજી જવાથી મોત નિપજયુ હતુ.તે બનાવમાં મર્ડર અને સામસામે મારામારીની ફરિયાદો દાખલ થઈ હતી.આ બનાવમાં મારામારી સંદર્ભે હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ છાસીયા દ્વારા નવઘણ ઉર્ફે ભોલો મનુભાઈ ડુંગરા જાતે કોળી (ઉંમર ૨૩) રહે.રામકૃષ્ણનગર સામાકાંઠે લાલબાગ પાછળ મોરબી-૨ ની મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

ટ્રક-બાઈક અકસ્માતમાં ઇજા થતા યુવાન સારવારમાં

મોરબીના કંડલા હાઇવે ઉપરથી બાઈક લઈને જતા સમયે યુવાનના બાઈકની ટ્રક સાથે ટક્કર થઈ હતી.આ બનાવમાં ઈજા થતા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે જામનગરના જોડિયા તાલુકાના જસાપર ગામના વતની હસમુખભાઈ દામજીભાઈ કાનાણી નામનો ૪૫ વર્ષનો યુવાન બાઈક લઈને મોરબીના કંડલા હાઇવે ઉપરથી જતો હતો ત્યારે સાદુળકા ગામના પાટીયા પાસે તેના બાઇકની ટ્રક સાથે અથડામણ થઈ હતી.આ બનાવમાં ઇજા પામેલ હસમુખભાઈ કાનાણીને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે સારવાર બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News