મોરબી: ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી પર વૃક્ષારોપણ કામગીરી કરવામાં આવી
મોરબી રવાપર-ઘુનડા રોડેથી મળેલ લાશમાં વૃદ્ધનું હાર્ટએટેકથી મોત થયાનું ખુલ્યુ
SHARE







મોરબી રવાપર-ઘુનડા રોડેથી મળેલ લાશમાં વૃદ્ધનું હાર્ટએટેકથી મોત થયાનું ખુલ્યુ
મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપરથી વૃદ્ધનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવી હતો.જેથી પોલીસે મૃતદેહનો કબ્જો લઈને કોહવાઈ ગયેલી લાશ હોવાના લીધે રાજકોટ ખાતે પીએમ કરવા માટે મોકલી હતી અને બાદમાં મૃતકનું હાર્ટ એટેક થવાથી મોત નિપજયુ હોવાનું ખુલ્યો હતુ.હાલ મૃતકની ઓળખ થઈ ગઈ હોય પોલીસે તે બાબતે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ પાસે એક અજાણ્યા વૃદ્ધ પુરૂષની લાશ જોવા મળી હતી.જે અંગે સ્થાનીકોએ જાણ કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમકસિંહની સુચનાથી સ્ટાફના પ્રભાતભાઇ ચાવડાએ તપાસ શરૂ કરી હતી.ઘુનડા રોડેથી તા.૧૫-૫ ના સવારના સમયે ત્યાં આવેલ પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ પાસે અવાવરું જગ્યાએથી એક અજાણ્યા વૃદ્ધ પુરુષની કોહવાયેલ હાલતમાં લાશ મળી હતી.જોકે લાશ બે દિવસથી પડી હોવાના અનુમાન લગાવાઇ રહ્યુ છે.જનાવરોએ હાથ, મોઢું સહિત શરીરના ભાગો ચૂંથી નાંખેલ હાલતમાં જોવા મળ્યા હતા.બે દિવસ જૂની કોહવાયેલી લાશ હોવાને લીધે ફોરેન્સિક પીએમની વિધિ રાજકોટ ખાતે કરવામાં આવી હતી અને જેમાં સામે આવ્યું હતું કે હાર્ટ એટેકના લીધે વૃદ્ધનું મોત નિપજેલ છે.તેમજ પોલીસે ચલાવેલી તપાસમાં મૃતકની ઓળખ નથુભાઈ રવજીભાઈ મચ્છોયા જાતે રાવળદેવ (ઉંમર ૭૦) હાલ રહે રવાપર-ઘુનડા રોડ મેલડી માતાના મંદિર પાસે મૂળ રહે.હડમતીયા તાલુકો પડધરી જી.રાજકોટ વાળાઓ હોવાનું સામે આવ્યું હતું અને અવસ્થા સબબ હાર્ટ એટેકના લીધે તેઓનું મોત થયું હતું.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી પાછળ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા દેવજીભાઈ કરશનભાઈ બોસિયા નામના ૨૩ વર્ષના યુવાનને સોસાયટીમાં આવેલ હનુમાન મંદિર પાસે બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા જણાવવામાં આવેલ છે.હાલ આ બનાવ સંદર્ભે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
બાઈક સ્લીપ થતા મહિલા ઇજાગ્રસ્ત
મોરબીના સાદુળકા ગામે રહેતા મનિષાબેન ગોપાલભાઈ પાંચોટિયા નામના ૬૬ વર્ષના આધેડ મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને ભરતનગર ગામેથી પરત સાદુળકા ગામ બાજુ જતા હતા.ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી ઇજા પામેલ મનીષાબેન પાંચોટિયાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

