મોરબિ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગૃપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms પર નિયંત્રણ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ
SHARE
મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગૃપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms પર નિયંત્રણ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જૂદા જૂદા સાત તબક્કાઓમાં યોજવાનું તા. ૧૬-૦૩-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે જે પૈકી ત્રીજા તબક્કામાં ગુજરાત રાજ્યમાં તા. ૦૭-૦૫-૨૦૨૪ ણા રોજ મતદાન પૂર્ણ થયેલ છે તેમજ મતગણતરી તા. ૦૪-૦૬-૨૦૨૪ ના યોજાનાર છે. બાકી રહેલ તબક્કાઓનું મતદાન ક્રમશઃ પૂર્ણ થવામાં છે. જે અન્વયે હાલની સ્થિતીએ આદર્શ આચાર આચારસંહિતાની અમલવારી ચાલુમાં છે. આ દરમિયાન વાંધાજનક એસ.એમ.એસ.(ટુંકા સંદેશ સેવા)/તમામ Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમનો દુરૂપયોગથી અનિચ્છનિય બનાવ ન બને મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવા હેતુથી જિલ્લા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી મોબાઈલ સર્વિસ હેઠળ વિવિધ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વીઆઇ, બી.એસ.એન.એલ.(સેલ વન), રીલાયન્સ જીયો, એરટેલ તેમજ Wi-Fi સર્વીસ પ્રોવાઇડર વગેરે જેવી કંપનીઓએ સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા, સક્ષમ સતાધીશ/સમિતિ દ્વારા પ્રસારણ માટે પ્રમાણિત થયા ન થયા હોય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા પ્રસારીત કરવા કે કરવા દેવા નહીં તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા ૦૬-૦૬-૨૦૨૪ સુધી સંપૂર્ણપણે પ્રસારણને પ્રતિબંધીત કરવાનું રહેશે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરવું ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ બીનજામીન લાયક ફોજદારી ગુનો છે.