હળવદ નજીકથી કતલખાને લઈ જતાં ઘેંટા ભરેલ રિક્ષા સાથે બે પકડાયા: બેની શોધખોળ
મોરબીના નીચી માંડલ ગામે બે ઘરમાંથી દાગીના-રોકડ મળીને ૧.૮૫ લાખની ચોરી
SHARE









મોરબીના નીચી માંડલ ગામે બે ઘરમાંથી દાગીના-રોકડ મળીને ૧.૮૫ લાખની ચોરી
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે હાઇસ્કુલની પાછળના ભાગમાં આવેલા બે મકાનોને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા અને બારીના સળિયા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ઘરમાં રાખવામાં આવેલ વસ્તુઓને વેરવિખેર કરી નાખી હતી અને બંને ઘરમાંથી કુલ મળીને ૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામે હાઈસ્કૂલની પાછળ નવા પ્લોટમાં રહેતા પ્રકાશભાઈ મહેશભાઈ સોલંકી (૨૧) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના ઘરની બારી શેરીમાં પડતી હોય બારીના સળિયા તોડીને રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ઘરમાં રાખવામાં આવેલ વસ્તુઓને વેરવિખેર કરી નાખી હતી અને કબાટમાં રાખેલ સોના ચાંદીના નાના-મોટા દાગીના તથા રોકડા રૂપિયા મળી ૧,૩૨,૫૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે તેવી જ રીતે તેની બાજુમાં રહેતા સોમાભાઈના રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના નાના-મોટા દાગીના તથા રોકડા રૂપિયા મળીને ૫૨,૫૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી છે આમ બંને ઘરમાંથી કુળ મળીને ૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ હોય હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
