ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામગઢ ગામે દિકરાને ધમકી આપનારને સમજાવવા ગયેલ મહિલા અને તેની દિકરીના કપડાં ફાડી નાંખ્યા !


SHARE

















હળવદના ઘનશ્યામગઢ ગામે દિકરાને ધમકી આપનારને સમજાવવા ગયેલ મહિલા અને તેની દિકરીના કપડાં ફાડી નાખ્યા !

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા યુવાનને રિક્ષા લઈને ઘર પાસેથી નીકળવાની ના પાડી મારી નાખવાની ધમકી આપનારા વ્યક્તિને યુવાનની માતા કેમ ઘર પાસે આવવાની ના પાડો છો તેવો ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે તેને સામેવાળાએ ઉશ્કેરાઈ જઈને કેબલ વાયર વડે પેટ અને માથાના ભાગે માર માર્યો હતો તેમજ લાકડાના ધોકા વડે માર્યો હતો આટલું નહીં પરંતુ મહિલા અને તેની સાથે ગયેલ તેની દીકરીએ પહેરેલ કપડાં ફાડી નાખીને છેડતી કરી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામ ગઢ ગામે તળાવની પાળ બાજુ રહેતા લક્ષ્મીબેન રતિલાલ થરેસા જાતે કોળી (૩૭) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જ્યોતિષભાઈ પોપટભાઈ ગોપાણી, શંકરભાઈ પોપટભાઈ ગોપાણી અને જ્યોતિષભાઈના પત્ની આ ત્રણેયની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીનો દિકરો ઋત્વિક જ્યોતિષભાઈના ઘર પાસેથી રીક્ષા લઈને નીકળતો હોય તેને રીક્ષા લઈને ન નીકળતો તેવું કહીને રિક્ષા લઈને નિકળીશ તો જીવતો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.જેથી ફરિયાદી લક્ષ્મીબેન તેને ઠપકો આપવા માટે ગયા હતા અને મારા દિકરાને તમારા ઘર પાસેથી આવવાની કેમ ના પાડો છો..? તેવું કહ્યું હતું ત્યારે જ્યોતિષભાઈ ઉસકેરાઈ ગયા હતા અને તેને લાઈટના કેબલ વાયર વડે ફરિયાદી મહિલાને જમણી બાજુ પેટના ભાગે તથા માથા ઉપર માર માર્યો હતો તેમજ શંકરભાઈએ લાકડી વડે ફરિયાદી મહિલાને સાથળના ભાગે માર મારીને ઇજા કરી હતી અને ત્યારે જ્યોતિષભાઈના પત્નીએ ફરિયાદીની દિકરી પ્રિયાને પકડી રાખી હતી અને ઝપાઝપી કરી હતી અને ફરિયાદીના બ્લાઉઝની બંને બાય તેમજ ફરિયાદીની દિકરીએ પહેલ ડ્રેસની બાયો ફાડી નાંખીને છેડતી કરી હતી.જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ- ૩૨૩, ૫૦૬(૨), ૩૫૪(બી), ૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News