હળવદના ઘનશ્યામગઢ ગામે દિકરાને ધમકી આપનારને સમજાવવા ગયેલ મહિલા અને તેની દિકરીના કપડાં ફાડી નાંખ્યા !
ટંકારાના સજનપર ગામે શેરીમાં બાઈક ચલાવવા બાબતે બોલાચાલી-મારામારી : સામસામી ફરિયાદ
SHARE









ટંકારાના સજનપર ગામે શેરીમાં બાઈક ચલાવવા બાબતે બોલાચાલી-મારામારી : સામસામી ફરિયાદ
ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા બાઈક લઈને શેરીમાંથી નીકળવા બાબતે બોલાચાલી થયેલ હતી અને બંને પક્ષેથી જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને મારા મારી કરીને જાનથી મારી નાખી ધમકી આપવામાં આવી હતી જે બનવા સંદર્ભે હાલમાં ટંકારા પોલીસ સ્ટેશને બંને પક્ષેથી ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા દિલીપભાઈ અમરશીભાઈ જાદવ (૪૨)એ હાલમાં વિપુલભાઈ પ્રવીણભાઈ જાદવ, ભગો પ્રવીણભાઈ જાદવ તથા સુનીતાબેન પ્રવીણભાઈ જાદવ રહે. બધા સજનપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીનો દીકરો દીપ મોટરસાયકલ લઈને આરોપીઓની શેરીમાંથી નીકળતા વિપુલ અને ભગાને તે સારું નથી લાગતા તેણે ફરિયાદીના દીકરાને શેરીમાંથી નીકળતો નહીં તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢિકાપાટુનો માર મારી શેરીમાંથી મોટરસાયકલ લઈને નીકળીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી તેમજ સુનિતાબેને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ફરિયાદીના પત્ની તેમજ દીકરાને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં સજનપર ગામે રહેતા વિપુલભાઈ પ્રવીણભાઈ જાદવ (૨૪)એ ઉષાબેન દિલીપભાઈ જાદવ, ઉષાબેનના સાસુ શાંતાબેન અને દિલીપભાઈ અમરશીભાઈ જાદવ રહે. બધા સજનપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહેદ ભાવિનભાઈ અને સુનીતાબેન આ કામના આરોપી ઉષાબેનના દીકરા દીપને શેરીમાંથી બાઇક ધીમું ચલાવવા બાબતે સમજાવવા જતા ઉષાબેને ફરિયાદીને ઝાપટ મારી ધક્કો મારી જમીન ઉપર પાડી દીધો હતો અને ત્યારબાદ ઉષાબેન તથા તેના સાસુએ ફરિયાદી અને સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ દિલીપભાઈએ ઘર પાસે શેરીમાં જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે આ બનાવમાં બંને પક્ષેથી સામસામે ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે
