ટંકારાના સજનપર ગામે શેરીમાં બાઈક ચલાવવા બાબતે બોલાચાલી-મારામારી : સામસામી ફરિયાદ
વાંકાનેરની ઢુવા ચોકડી આવેલ સ્પાના સંચાલક સામે ગુનો નોંધાયો
SHARE









વાંકાનેરની ઢુવા ચોકડી આવેલ સ્પાના સંચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકા ઢુવા ચોકડી પાસે શ્યામ પ્લાઝા કોમ્પલેક્ષમાં સ્પાની અંદર કામ કરતા વર્કરોની માહિતી પોલીસ સ્ટેશનમાં આપી ન હતી અને સીસીટીવી કેમેરા ચાલુ ન હતા જેથી કરીને સપાના સંચાલક સામે જાહેરનામનો ભંગની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે અને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્પાની અંદર કામ કરતા કર્મચારીઓની વિગતો સ્થાનિક પોલીસ મથકમાં આપવા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખવા માટે થઈને કલેકટર દ્વારા અવારનવાર જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ તેની અમલવારી ઘણી જગ્યાએ કરવામાં આવતી નથી તેવો ખાટ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે તેવામાં મોરબી જિલ્લા એસઓજીની ટીમ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક ઢુવા ચોકડી પાસે શ્યામ પ્લાઝામાં પ્રથમ માળ ઉપર આવેલ સ્પર્શ સ્પામાં પહોચી હતી ત્યારે ત્યાં સ્પાના સંચાલક દ્વારા કામ કરતા કર્મચારીઓની વિગત પોલીસ મથકમાં આપવામાં આવી ન હતી તેમજ ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવામાં આવ્યા ન હતા જેથી કલેકટરના જાહેરનામાના ભંગની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી સ્પાના સંચાલક કમલભાઇ ઉર્ફે રાજુ શીતલપ્રસાદ બોરાસી (૪૧) ધંધો- સ્પા સંચાલક રહે. પુનીતનગર-૨, શેરી નં-૪, ચામુંડા ઓટો ગેરેજ સામે, બજરંગવાડી, જામનગર રોડ, રાજકોટ વાળાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
