મોરબીમાં નજીવી વાતમાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકિને વૃદ્ધની હત્યા: મહિલા સહિત 5 ને ઇજા મોરબીમાં ટીબીના 125 દર્દીઓને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી વાંકાનેરના કોઠારીયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુભાઈની બદલી થતા વિદાયમાન અપાયું મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો-સાયબર ક્રાઈમની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો મોરબીમાં પતંગની દોરીથી 85 થી વધુ પક્ષી ઘાયલ: 10 જેટલા પક્ષીના મોત સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિએ ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરાયું ગૌસેવાના કામમાં દાતાઓ વરસી ગયા: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું 1.05 કરોડથી વધુનું દાન મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં PLHIV  લાભાર્થીઓને રાશન કીટ, ચિકી વિગેરેનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર નજીક બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE















મોરબીના ખાનપર નજીક બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત

મોરબી તાલુકાના ખાનપર ગામથી મોરબી બાજુ વૃદ્ધ પોતાનું બાઈક લઈને આવતા હતા.ત્યારે ખાનપર ગામ નજીક તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને તેઓને ઈજા થયેલ હતી અને તેમને સારવારમાં ખસેડાયા હતા.ત્યાં ટુંકી સારવાર દારમ્યાન તેમનું મોત નીપજયું હતું.જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે સીએનજી પમ્પ સામે રહેતા વાલજીભાઈ નરભેરામભાઈ ઘોડાસરા (ઉમર ૬૦) નામના વૃદ્ધ ખાનપરથી મોરબી આવતા હતા ત્યારે ખાનપર ગામ નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ ગયુ હતું. જેથી કરીને વાલજીભાઈને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બધા અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

હળવદમાં આવેલ મહર્ષિ ટાઉનશીપમાં રહેતા પ્રકાશભાઈ સુરેશભાઈ રાઠોડ (૩૭) નામનો યુવાન પોતાના ઘરેથી દુકાને બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈકની આડે કુતરું ઉતરતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં બાઇક સ્લીપ થવાથી યુવાને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે






Latest News