મોરબીના ખાનપર નજીક બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત
મોરબીના નવા જાંબુડીયા ગામની સીમમાં તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ
SHARE









મોરબીના નવા જાંબુડીયા ગામની સીમમાં તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્વર રોડ ઉપર આવેલ તળાવમાં ડૂબી જવાના કારણે અજાણ્યા ૪૦ થી ૪૫ વર્ષના યુવાનનું મોત નીપજયું હતું અને તેનો મૃતદેહ ત્યાંથી મળી આવ્યો છે જેથી કરીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે અને મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા મકાનસર ગામે નિશાળની બાજુમાં રહેતા ગોપાલભાઈ બાબુભાઈ ગેડાણી જાતે કોળી (૨૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામની સીમમાં જુના રફાળેશ્વર રોડ ઉપર દરદેવસિંહ નીતુભા જાડેજાની વાડી પાસે તળાવના કાંઠેથી અજાણ્યા ૪૦ થી ૪૫ વર્ષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને આ બનાવ અંગેની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે
બે બાઇક અથડાતાં બે ને ઇજા
મોરબીની ત્રાજપર ચોકડીથી ઘૂટું રોડ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સ્મશાન પાસે બે બાઈક સામસામે અથડાયા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બલરામ દેવજીભાઈ રાઠોડ અને શિલ્પાબેન મહેશભાઈ રાઠોડ રહે. બંને કાલિકા પ્લોટ શેરી નં-૪ રામદેવપીર મંદિર સામે મોરબી વાળાઓને ઈજાઓ થઈ હતી અને ઇજા પામેલ બંનેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે
