મોરબીના નવા જાંબુડીયા ગામની સીમમાં તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ
મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ-પોકસોના ગુનામાં એક મહિલા સહિત વધુ ચાર આરોપીની ધરપકડ-જેલ હવાલે
SHARE









મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ-પોકસોના ગુનામાં એક મહિલા સહિત વધુ ચાર આરોપીની ધરપકડ
મોરબી નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાં રહીને કારખાનાની અંદર મજૂરી કામ કરતા મૂળ પાટણના પરિવારની સગીરાનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવ્યું હતું. જે સંદર્ભમાં ભોગ બનેલ પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને આધારે અગાઉ એક આરોપીને પકડવામાં આવ્યો હતો અને એસસીએસટી સેલના ડીવાયએસપી અને તેની ટીમે મહિલા સહિત ચારની ધરપકડ કરેલ છે
બનાવની મોરબી તાલુકા પોલીસ તેમજ એસસીએસટી વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ પાટણના પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવ્યુ હતુ. જે અંગે થોડા દિવસો પહેલા ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પોકસો, એટ્રોસિટી, અપહરણ તેમજ દુષ્કર્મ સંદર્ભે ગુનો નોંધ્યો હતો.જેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે. આ ગુનામાં અગાઉ આરોપી વનરાજસિંહ ઉર્ફે નાનુભા બચુભા ઝાલાની ધરપકડ કરી હતી અને પોલીસએ કરેલ તપાસમાં મોરબી ખાતેથી સગીરાને બાઈકમાં બેસાડીને પાટડી પાસેના રોજવા ગામે લઈ જવામાં આવી હતી અને ત્યાં શક્તિ માતાના મંદિર ખાતે લગ્ન કરવામાં આવ્યા હતા જોકે સગીરા હોવાને લીધે પોલીસ દ્વારા અપહરણ દુષ્કર્મ એટ્રોસિટી અને પોકસો એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં અન્ય ચારની સંડોવણી સામે આવી હતી જેથી કરીને મોરબી તપાસનીસ અધિકારી દ્વારા આરોપી શક્તિસિંહ ઉર્ફે ટીનુભા બાલુભા વાઘેલા દરબાર (૪૦) રહે. વડા વાઘેલાવાસ તાલુકો જીલ્લો બનાસકાંઠા હાલ ધુમાસણ પ્રવીણ પટેલની વાડી કડી જીલ્લો મહેસાણા, દોલુભા ઉર્ફે દોલું બચુભા ઝાલા જાતે દરબાર (૨૭) રહે. રોજવા ઉગમણી પાટી તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર હાલ રહે ધુમાસણ પ્રવીણ પટેલની વાડી કડી મહેસાણા, વિજયસિંહ ઉર્ફે વિજુભા જોરુભા ઝાલા જાતે દરબાર રહે. રોજવા ઉગમણી પાટી તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર હાલ રહે સાણંદ ચોકડી એસજે કોલેજ સામે સરખેજ અમદાવાદ અને મ્ંગુબા બચુભા ઝાલા જાતે દરબાર (૫૭) રહે. ધુમાસણ રસિક પટેલની વાડી કડી મહેસાણા મૂળ રોજવા ઉગમણી પાટી તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.
