મોરબી એસઓજી દ્વારા બોગસ સિક્યુરિટી ચલાવતા ઇસમ વિરુદ્ધ કાર્યવાહી
મોરબી જીલ્લામાં માટીની આડમાં દારૂની હેરફેરી: ૭૦૭ બોટલ દારૂ-૨૮૮ બીયરના ટીન સાથે એકની ધરપકડ: ૧૭.૮૮ લાખનો મુદામાલ કબજે
SHARE
મોરબી જીલ્લામાં માટીની આડમાં દારૂની હેરાફેરી: ૭૦૭ બોટલ દારૂ-૨૮૮ બીયરના ટીન સાથે એકની ધરપકડ: ૧૭.૮૮ લાખનો મુદામાલ કબજે
હળવદની મોરબી ચોકડી પાસેથી ટ્રક ટ્રેઇલર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને રોકીને પોલીસે ચેક કર્યું હતું ટે સમયે ટે વાહનમાંથી માટીની આડમાં છુપાવીને દારૂ અને બિયરનો જથ્થો લઈ જતાં હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૭૦૭ બોટલ દારૂ અને ૨૮૮ બીયરના ટીન તેમજ અન્ય મુદામાલ મળીને કુલ ૧૭,૮૮,૫૮૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ એલસીબીના પીએસઆઈ કે.એચ. ભોચીયા સહિતની ટિમ કામ કરી રહી છે ત્યારે એલસીબી સ્ટાફના સુરેશભાઇ હુંબલ, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ કુગશીયાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળી હતી કે, ટ્રક ટ્રેઇલરમાં નં આરજે ૧૮ જીઇ ૮૭૬૫ વાળામાં માટીની આડમાં દારૂ અને બીયરનો જથ્થો ભરી અમદાવાદ તરફથી મોરબી તરફ આવે છે. જેથી કરીને પોલીસ મોરબી જિલ્લાની હળવદ મોરબી ચોકડી ખાતે વોચમાં હતી ત્યારે મળેલ બાતમી વળી ટ્રક ત્યાંથી નીકળી હતી જેને રોકીને ચેક કરતાં તે વાહનમાંથી માટી નીચે સંતાડેલ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૮૮ બિયરના ટીન જેની કિંમત ૨૮,૮૦૦ અને જુદીજુદી બ્રાન્ડની દારૂની ૭૦૭ બોટલ જેની કિંમત ૨,૫૨,૨૮૦ તેમજ ૧૫ લાખની કિંમતનું વાહન આમ કુલ મળીને ૧૭,૮૮,૫૮૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી સીયરામ ઉર્ફે મુકેશ દિનારામ રામુભાઈ જાજડા (જાટ) (૨૮) રહે. ગગરાના તાલુકો મેડતા જીલ્લો નાગોર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે અને આ આરોપી પાસેથી રામકિશોર ઉર્ફે શેટીરામ જાટ રહે. બીટન ગામ તાલુકો મેડતા જીલ્લો નાગોર રાજસ્થાન વાળાનું નામ સામે આવેલ છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે