ભારત સરકાર તને યુક્રેન ભારત પાછો લઈ આવશે: મોરબીના સાહિલ માજોઠીને વિશ્વાસ અપાવતી માતા હસીના માજોઠી મોરબીમાં અભ્યાસના ભારણથી કંટાળીને સગીરાએ 11 માં માળ ઉપરથી નીચે ઝંપલાવીને કર્યો આપઘાત મોરબી જિલ્લામાં છતર જીઆઇડીસીના ગોડાઉનમાંથી 988 પેટી દારૂ સાથે ત્રણ પકડાયા, 1.17 કરોડનો મુદ્દામાલ કબજે મોરબીમાં બાઈક સાઈડમાં ચલાવવા બાબતે યુવાનને કાર ચાલકે ગાળો આપીને ફડાકો ઝીંક્યો, જાનથી મારી નાખવાની ધમકી: 6 સામે ફરિયાદ હળવદના ખોડ ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યા ઉપરથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના ભડીયાદ નજીક રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન આડે પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત હળવદના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનની પત્ની રીસામણે ગયેલ હોય મનોમન લાગી આવતા કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી એસઓજી દ્વારા બોગસ સિક્યુરિટી ચલાવતા ઇસમ વિરુદ્ધ કાર્યવાહી


SHARE















મોરબી એસઓજી દ્વારા બોગસ સિક્યુરિટી ચલાવતા ઇસમ વિરુદ્ધ કાર્યવાહી

મોરબી એસઓજીનો સ્ટાફ વોચ તપાસમાં હતો.તે દરમિયાનમાં પેટ્રોલિયમમાં તેઓના ધ્યાન ઉપર આવ્યું હતું કે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં ગેઇટ ઉપર રહેલ સિક્યુરિટીના વ્યક્તિ પાસે સિક્યુરિટી ચલાવવા માટે કોઈ લાયસન્સ ન હોય અને તેમ છતાં તે સિક્યુરિટીનું કામકાજ કરતો જોવા મળ્યો હતો.જેથી કરીને તેના વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી આ બાબતે મળતી માહિતી પ્રમાણે એસઓજીના સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટના ગેઇટ પાસેથી મળી આવેલા રાજેશભાઇ નાથાલાલ ચાવડા જાતે મોચી (ઉમર ૫૪) ધંધો પ્રાઇવેટ સિક્યુરિટી કોન્ટ્રાક્ટર રહે.શીતલ પાર્ક ૧૫૦ ફૂટ રીંગ રોડ બજરંગવાડી પાછળ રાજકોટ વાળાની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યાં ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે તે છેલ્લા દસ દિવસથી સિક્યુરિટીના માણસો પૂરા પાડતો હોવાનું સામે આવ્યું હતું.જોકે તેની પાસે સિક્યુરિટી એજન્સી ચલાવવા બાબતે નિયમ અનુસાર આધાર-લાયસન્સ ન હોય તેના વિરુદ્ધ જીહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.જેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ જે.એ.ઝાલાને સોંપવામાં આવેલ છે.

માથાના દુખાવાથી કંટાળી વધુ પડતા ટીકળા ખાઈ જતા મહિલા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સામતાણીની વાડી વિસ્તારમાં રહેતી શીતલબેન રાઘવજીભાઈ હડીયલ નામની ૨૨ વર્ષીય મહિલાને સારવાર માટે મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા તપાસ માટે પહોંચ્યા હતા.શીતલબેને વધુ પડતી થાયરોડની ગોળીઓ ખાઈ લીધી હતી.જેથી કરીને તેઓને અસર થતા સારવારમાં લઈ જવાયા હતા.પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં માથાના દુખાવાથી કંટાળીને તેઓએ વધુ પડતી ટીકડીઓ ખાઈ લીધી હતી જેથી અસર થતા સારવારમાં ખસેડાય હોવાનું ખુલ્યુ હતું.

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં

મોરબીના રવાપર રોડ નજીક આવેલ તેજાણીની વાડી વિસ્તારમાં રહેતા ઠાકરશીભાઈ જીવણભાઈ પરમાર નામના ૪૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તે બાઈક લઈને જતો હતો ત્યારે શનાળા રોડ ક્રિષ્ના હોસ્પિટલ વાળી શેરી પાસે તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થતા તે પડી ગયો હતો અને જેમાં તેને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. બનાવની હોસ્પિટલ સુત્રોમાંથી જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News