મોરબી નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
ટંકારાના ઘુનડા રોડે બાઇકમાંથી લપસીને નીચે પડતા ઇજા પામેલા યુવાનનું મોત
SHARE









ટંકારાના ઘુનડા રોડે બાઇકમાંથી લપસીને નીચે પડતા ઇજા પામેલા યુવાનનું મોત
ટંકારા તાલુકાના ઘુનડા રોડ ઉપર આવેલ ઇડન હીલ સામે રસ્તા ઉપરથી બાઇક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી લપસીને નીચે પડતા તેને ગંભીર ઈજા થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરાયેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે ઉમા હોલની પાછળના ભાગમાં રહેતા અલ્પેશ રંગીતભાઈ બારીયા જાતે આદિવાસી (૨૫) નામનો યુવાન રાત્રિના નવે વાગ્યાના અરસામાં રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ સામે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક કોઈ કારણોસર તે બાઇકમાંથી લપસી જતાં નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને અલ્પેશનું મોત થયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે અકસ્માતનો બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી આગળની કાર્યવાહી માટે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જયદીપ મુકેશભાઈ ઝાલા (૨૪) રહે. ભીમસર વેજીટેબલ રોડ પાસે મોરબી અને વિજય બાબુભાઈ કુરિયા (૩૫) રહે. રોટરીનગર સામાકાંઠે મોરબી-૨ મોરબી વાળાઓને ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી છે.

