ટંકારાના ઘુનડા રોડે બાઇકમાંથી લપસીને નીચે પડતા ઇજા પામેલા યુવાનનું મોત
હળવદમાં યુવાને અંતિમ પગલું ભર્યું: વાંકાનેરના જોધપર ગામે વાડીએ હાર્ટએટેકથી આધેડનું મોત
SHARE









હળવદમાં યુવાને અંતિમ પગલું ભર્યું: વાંકાનેરના જોધપર ગામે વાડીએ હાર્ટએટેકથી આધેડનું મોત
હળવદ તાલુકાના જુના દલિતવાસમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતકના મોટાભાઈએ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર રહેતા ગીરીશભાઈ દુધાભાઈ પરમાર જાતે અનુ.જાતિ (૩૬) એ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ દુધાભાઈ પરમાર (૪૦) એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એચ.ડી.સરૈયા ચલાવી રહ્યા છે
હાર્ટએટેકથી આધેડનું મોત
વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા આધેડ કાંતિભાઈ કેશુભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૫૫) જોધપર ગામે વાડીએ હતા અને ખાટલામાં સુતા હતા ત્યારે કંઈ બોલતા ચાલતા ન હતા અને બેભાન થઈ ગયા હતા જેથી હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

