હળવદમાં યુવાને અંતિમ પગલું ભર્યું: વાંકાનેરના જોધપર ગામે વાડીએ હાર્ટએટેકથી આધેડનું મોત
ટંકારાના ઘુનડા (સ) ગામે મકાનમાંથી દારૂની ૧૬ બોટલ સાથે આરોપીની ધરપકડ
SHARE









ટંકારાના ઘુનડા (સ) ગામે મકાનમાંથી દારૂની ૧૬ બોટલ સાથે આરોપીની ધરપકડ
ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૧૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૧૨૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘુનડા (સજનપર) ગામે રહેતા ચતુરભાઈ પંચાસરાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૧૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ચતુરભાઈ પ્રવીણભાઈ પંચાસરા જાતે કોળી (૨૭) રહે. ઘુનડા (સજનપર) તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં સ્થાનિક પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે
દેશી દારૂ
મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા નવઘણ ઉર્ફે નોધો ના કબજા વાળા રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપીના ઘરમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે દારૂની રેડ કરવામાં આવી ત્યારે આરોપી હાજર ન હોવાથી નવઘણ ઉર્ફે નોધો જેઠાભાઇ દેગામા જાતે કોળી રહે લીલાપર તાલુકો મોરબી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

