ટંકારાના ઘુનડા (સ) ગામે મકાનમાંથી દારૂની ૧૬ બોટલ સાથે આરોપીની ધરપકડ
મોરબીના જુના ગોર ખીજડીયા રોડે આવેલ સી.એસ.પ્રિન્ટ પેક નામના કારખાનાના ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE









મોરબીના જુના ગોર ખીજડીયા રોડે આવેલ કારખાનાના ક્વાર્ટરમાં યુવાનને ન કરવાનું કર્યું
મોરબી તાલુકાના જુના ગોર ખીજડીયા રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં છતમાં લગાવેલ પંખા સાથે ઇલેક્ટ્રીક વાયર બાંધીને યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતકના પરિવારજને મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જૂના ગોર ખીજડીયા રોડ ઉપર આવેલ સી.એસ.પ્રિન્ટ પેક નામના કારખાનાના લેબર ક્વોટરમાં રહેતા રામસિંગ રામઅવતાર (૩૦)એ છતમાં લગાવેલ પંખાની સાથે ઇલેક્ટ્રીક વાયર બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની ધીરજકુમાર સુરજકુમાર ગૌતમ રહે.હાલ સી.એસ.પ્રિન્ટ પેક કારખાનું જુના ગોર ખીજડીયા રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એમ.બારૈયા દ્વારા કરવામાં આવેલ છે જોકે યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભરેલ છે તે દિશામાં હવે પોલીસ આગળની તપાસ કરશે .
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા વૈશાલીબેન કૌશિકભાઈ રાવલ (૪૦) નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

