નશાખોરનો આતંક: મોરબીના સનાળા પાસે ડમ્પરના ચાલકે સર્જ્યો અકસ્માત: કન્ટેનર-કારમાં નુકસાન મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ રૂલ લેવલ સુધી ભરાઈ જતાં એક દરવાજા ખોલ્યો: 10 ગામને એલર્ટ કર્યા મોરબીના ટીંબડી પાસે પાણીના નાળામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ પ્રોફેસરો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ સેમીનારનું આયોજન મોરબી નજીક કારખાનાના કવાટરમાં પરિણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીના જેપુર ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત હળવદમાં રેઢા પડેલા એક્ટિવામાંથી 10 બોટલ દારૂ-20 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીના ચંદ્રેશનગરમાં ઘરમાંથી 37 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: જામસર ચોકડીએથી 22 બોટલ દારૂ સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

હળવદના સાપકડા નજીકથી દેશી બનાવટની મેગ્ઝીન વાળી પિસ્તોલ સાથે એકની ધરપકડ


SHARE

















હળવદના સાપકડા નજીકથી દેશી બનાવટની મેગ્ઝીન વાળી પિસ્તોલ સાથે એકની ધરપકડ

હળવદ તાલુકાના નવા સાપકડાથી જુના સાપકડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની લોખંડની મેગ્ઝીન વાળી એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના નવા સાપકડાથી જુના સાપકડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની લોખંડની મેગ્ઝીન વાળી એક નંગ પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી અમૃતભાઈ ઉર્ફે મુન્નો અમરસીભાઈ રાતોજા જાતે કોળી (૨૭) રહે. હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે રાખતો હતો તે દિશામાં હવે આગળની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે






Latest News