મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામે નશાની હાલતમાં મહિલાઓને માર મારતા બે શખ્સોને ગ્રામજનઓએ માર માર્યો: એકનું મોત, નવ સામે હત્યાનો ગુનો નોંધાયો 


SHARE

















મોરબી તાલુકાના ધરમપુર ગામે નશાની હાલતમાં ગામમાં આતંક મચાવીને સળીયા-ધોકા વડે મહિલાઓને માર મારતા બે શખ્સોને બાદમાં ગ્રામજનોએ માર માર્યો હતો. જેથી નશામાં ધુત હાલતમાં ગામમાં ધબધબાટી બોલાવનાર બંનેને સારવારમાં મોરબી સિવિલે લઇ જવાયા હતા જયાં પણ બે પૈકીના એકએ મેડીકલ સ્ટાફ સાથે ગેરવર્તન કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી એકને પોલીસ સ્ટેશને લઇ જવાયો હતો અને બાદમાં સિવિલે સારવાર માટે પરત લવાતા ત્યાં બે પૈકીના ભારત કોળીનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ મારા મારીનો બનાવ હત્યામાં પલટયો હતો અને મૃતકની પત્નીએ ધરમપુર ગામના નવ ઇસમોની સામે મર્ડરનો ગુનો નોંધાવતાં મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

મોરબી તાલુકાના ધરમપુર ગામે કોળીવાસ વિસ્તારમાં ગઇકાલે મારામારીનો બનાવ બન્યો હતો.જાણવા મળતી વિગતો મુજબ ધરમપુર ગામે ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં બે ઇસમો નશાની હાલતમાં લાકડાના ધોકા તેમજ સળિયા અને પથ્થર વડે ગામની મહિલાઓને માર મારતા હતા જેથી કરીને ત્યાં રહેતા લોકોએ એકસંપ કરીને બંનેને માર્યો હતો જે દરમિયાન બે પૈકીના એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને એકને વધુ સારવારમાં રાજકોટ લઇ જવાયો છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવા ધરમપુર ગામે બનેલ મારામારીના બનાવમાં ભરત રામજીભાઇ પરમાર જાતે કોળી (ઉમર ૩૦) તેમજ જગદીશ દુદાભાઇ ઠાકોર (ઉમર ૨૭) અને ચંદ્રિકાબેન પ્રવીણગીરી ગોસ્વામી (ઉમર ૪૫) એમ ત્રણ લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવામાં આવ્યા હતા. દરમિયાન ભરત રામજીભાઇ કોળી અને જગદીશ દુદા ઠાકોર નામના બે ઇસમો નશાની હાલતમાં ધરમપુર ગામની મહિલાઓને લાકડાના ધોકા અને સળિયા વડે માર મારતા હતા અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે તેથી મહિલાઓને માર મારતા ભરત અને જગદીશને ધરમપુરમાં રહેતા લોકોએ માર માર્યો હતો

આ બન્નેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં હોસ્પિટલના સ્ટાફ સાથે પણ મૃતક ભરત કોળી દ્વારા એલફેલ બોલીને ઝઘડો કરવામાં આવતા હોસ્પિટલ સત્તાવાળાઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ભરતને હોસ્પિટલેથી પોલીસ સ્ટેશનને લાવ્યો હતો દરમિયાન તેની તબિયત લથડતાં તેને પુન: હોસ્પિટલે સારવારમાં લઇ જવાયો હતો જે દરમિયાન ભરત રામજીભાઈ પરમાર જાતે કોળી નામના ધરમપુર ગામના યુવાનનું મોત નીપજ્યું હતું અને મામલો હત્યામાં પલટાયો હતો. મારામારીના બનાવમાં જગદીશ દુદા ઠાકોર (૨૭) ને પણ ઇજા થઇ હોય તેને વધુ સારવાર માટે મોરબીથી રાજકોટ લઇ જવાયો હતો બાદમાં ઉપરોક્ત બંને સખ્શો કે જે નશાની હાલતમાં ગામની મહિલાઓને માર મારીને આતંક મચાવતા હતા

આ ઘટનામાં પહેલા ચંદ્રિકાબેન પ્રવીણગીરી ગોસ્વામી (૪૫) રહે.નવા ધરમપુર વાળાએ મોરબી તાલુકા મથકે ફરિયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું હતું કે, તેઓની પ્રગતિ જનરલ સ્ટોર એન્ડ પાન નામની દુકાન બંધ કરવા માટે ભરતભાઈ રામજીભાઈ પરમાર અને જગદીશભાઈ રહે બંને નવા ધરમપુર વાળાએ કહ્યું હતું અને જેમ ફાવે તેમ ગાળો આપીને લાકડી ધોકા વડે તેઓને હાથે અને પગે માર માર્યો હત આટલું જ નહિ તેઓને ઢસડીને માર માર્યો હતો જેથી તેને ભરતભાઈ અને જગદીશની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરી હતી

તો બીજી ફરિયાદ મૃતક ભરત રામજીભાઈ કોળીની પત્ની મંજુબેને નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેઅગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને અને ઝઘડામાં તેઓના પતિ ભરતભાઈ જે તે સમયે સામેલ હતા તે વાતનો રોષ રાખીને લાકડાના ધોકા અને પથ્થર વડે ભરતભાઇ અને જગદીશભાઈને માર મારવામાં આવ્યો હતો જે દરમિયાનમાં ભરતભાઈનું મોત નીપજયું છે હાલમાં મૃતક ભરત રામજી પરમારના પત્ની મંજુબેને ધરમપુર ગામના જાદવભાઈ ઉર્ફે જાદાભાઈબેચર ભરવાડબેચાર ભરવાડનો ભાઈ સલિયો ભરવાડમયલો કોળી, મયલા કોળીનો ભાઈ સંજય કોળીબળિયો કોળીબળિયા કોળીના સંબંધી વાડીએથી રહેવા આવેલા છે તેશિવો કોળી અને શિવા કોળીનો દીકરો બાબો કોળી આમ કુલ નવ સામે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આઇપીસી કલમ ૩૦૨, ૫૦૪, ૩૨૩, ૧૩૫ અને રાયોટિંગની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ હેઠળ ગુનો નોંધ્યો છે જેની તપાસ હાલ ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પીઆઇ ગોઢાણિયાએ ઉપરના ગુનાની આગળની તપાસ હાથ ધરી છે

દારૂના દૂષણના લીધે થઈ યુવાનની હત્યા !

 મોરબી તાલુકાનાં જુદાજુદા વિસ્તારમાં બેફામ દારૂનું વેચાણ કરવામાં આવે છે અને દારૂ પીને ઘણી વખત ડિંગલ કરનારા શ્ખ્સોના વિડીયો પણ વાયરલ થાય છે જો કે, દારૂના દૂષણને ડામવા માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી જેથી કરીને અવારનવાર માથાકૂટો થતી હોય છે તેવામાં નવા ધરમપુર ગામમાં દારૂ પીધેલી હાલતમાં બે શખ્સોએ આતંક મચાવ્યો હતો ત્યાર બાદ સ્વબચાવમાં લોકોને તે શખ્સોને માર મારવો પડ્યો હતો અને બે પૈકીનાં એક શખ્સનું સારવારમાં મોત થતાં બનાવ હત્યામાં પલટયો છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે






Latest News