મોરબીમાં પોકસોના આરોપીઓને નિદોર્ષ છોડતી સ્પેશિયલ પોકસો કોર્ટ
નળ સે જળના દાવા પોકળ: મોરબીના રવાપર ગામે પાણીના ધાંધીયા, અડધી રાતે ગ્રામજનોનું સરપંચના ઘરે હલ્લાબોલ
SHARE
નળ સે જળના દાવા પોકળ: મોરબીના રવાપર ગામે પાણીના ધાંધીયા, અડધી રાતે ગ્રામજનોનું સરપંચના ઘરે હલ્લાબોલ
મોરબી નજીકના રવાપર ગામે આવેલ મધર સોસાયટી, રવાપર રેસીડેન્સી સહિતના વિસ્તારમાં છેલ્લા લગભગ એક સપ્તાહથી પીવાના પાણી માટે ધાંધિયા છે અને આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી તેવામાં આ વિસ્તારોમાં રહેતા લોકો વેચાતા પાણીના ટેન્કર લઈને પોતાની જાતે પાણીનો પ્રશ્ન ઉકેલતા હતા પરંતુ પાણીના ટેન્કર વાળાએ પણ એક સપ્તાહમાં તેના ટેન્કરના ભાવ દોઢા કરી નાખ્યા છે જેથી કરીને સામાન્ય લોકોને હવે પાણીના ટેન્કર લેવા પણ પરવડે તેમ નથી જેથી આ વિસ્તારની અંદર રહેતા ૨૦૦ જેટલા લોકો રાતના ૧૧ વાગ્યે સરપંચના ઘરે પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે થઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જોકે સરપંચ ઘરે હાજર ન હોવાનું તેમના પત્નીએ જણાવ્યું હતું ત્યારે આ વિસ્તારના લોકોનો પાણીનો પ્રશ્નો કયારે ઉકેલાશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે
સામાન્ય રીતે ઉનાળામાં પાણીની માંગ વધુ રહેતી હોય છે જેથી કરીને પાણીનો પોકાર ન ઊઠે તે માટેનું આગોતરું આયોજન કરવાનું હોય છે પરંતુ મોરબી નજીકના રવાપર ગામે આવેલ મધર સોસાયટી, રવાપર રેસીડેન્સી અને અન્ય આસપાસના રહેણાંક વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં પીવાનું પાણી નિયમિત રીતે આવતું નથી જેથી કરીને સ્થાનિક લોકોને પારિવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં મધર સોસાયટી સહિતના વિસ્તારમાં રહેતા લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા એક સપ્તાહથી તે લોકોને પાણી આપવામાં આવ્યું નથી અને પાણી ન હોવાને કારણે ઘરના કામ કરવાથી લઈને લોકોને પીવાના પાણી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોને ના છૂટકે વેચાતા ટેન્કર માંગવીને પોતાના ઘરમાં પાણીના પ્રશ્નો ઉકેલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સરકાર નળ ત્યાં જળ અને ઘર ઘર જળ ના જે સ્લોગો આપે છે તે ખોટા પુરવાર થતા હોય તેવો ઘાટ મોરબી નજીકના રવાપર ગામે જોવા મળી રહ્યો છે
છેલ્લા ઘણા દિવસોથી પાણીનો પ્રશ્ન હોવા છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા આ પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવતો નથી અને લોકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શુક્રવારે રાત્રે ૧૧:૦૦ વાગ્યાના અરસામાં મધર સોસાયટી, રવાપર રેસીડેન્સી સહિતના આસપાસના વિસ્તારના એપાર્ટમેન્ટમાંથી લોકો સરપંચના ઘરે પહોંચ્યા હતા અને તે વિસ્તારની અંદર પાણીનો પ્રશ્ન છે તે કેમ મુકેલાતો નથી અને ક્યારે ઉકેલશે આ બે પ્રશ્નો કર્યા હતા અને પાણી આપવાની તેમને માંગ કરી હતી જોકે ગામના લોકો જ્યારે પાણીના પ્રશ્નની રજૂઆત કરવા માટે થઈને સરપંચના ઘરે અડધી રાતે પહોંચ્યા હતા ત્યારે સરપંચ ઘરે હાજર ન હોવાનું તેમના પત્નીએ ઘરે આવેલા લોકોને જણાવ્યું હતું જો મોરબીની બાજુમાં જ આવેલા મોરબી જિલ્લાના સૌથી સમૃદ્ધ ગામ એવા રવાપર ગામની અંદર પણ પાણીની આવી પરિસ્થિતિ હોય તો મોરબી જિલ્લાના માળીયા તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી નિયમિત રીતે મળતું હશે કે કેમ તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે
ગઈકાલે જે લોકો રજૂઆત કરવા માટે તેને સરપંચના ઘરે પહોંચ્યા હતા તેના કહેવા મુજબ આ વિસ્તારના લોકોને નિયમિત રીતે પાણી નથી મળતું તે વાતની જાણ ગામના સરપંચ, ગ્રામ પંચાયતની બોડી તથા તલાટી મંત્રી સુધી તમામ લોકોને છે તેમ છતાં પણ તે લોકો પાણીનો પ્રશ્ન ઉકેલાય તે માટેની નક્કર કામગીરી કરી રહ્યા નથી અને હજુ પણ આ વિસ્તારના લોકોનો પાણીનો પ્રશ્ન ઉકેલાતા વાર લાગશે તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે તંત્રની આડોળાઈ કે અણઆવડતના કારણે રવાપર ગામે રહેતા લોકોને પાણીના ટેન્કરના ડામ ક્યાં સુધી સહન કરવા પડશે તે તો આગામી સમય જ બતાવશે જોકે પાણી પ્રશ્ને અડધી રાતે લોકોને રજૂઆત કરવા માટે થઈને પોતાના ઘરની બહાર નીકળવું પડતું હોય તો માનવી ત્યાં સુવિધા અને વિકાસની વાતો હજુ જોજનો મોરબીના રવાપર ગામથી દૂર છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી









