મોરબીમાં પોકસોના આરોપીઓને નિદોર્ષ છોડતી સ્પેશિયલ પોકસો કોર્ટ
SHARE
મોરબીમાં પોકસોના આરોપીઓને નિદોર્ષ છોડતી સ્પેશિયલ પોકસો કોર્ટ
મોરબીમાંથી સગીરને ફરીયાદીના વાલીપણામાંથી લઈ જઈ તેણીના ફોટા વાયરલ કરવાની ધાક ધમકી આપી હતી અને તેના રૂમે અવારનવાર લઈ જઈ શરીર સબંધ બાંધેલ હતો તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધેલ હતો જે પોકસોના કેસમાં આરોપીઓને સ્પેશિયલ પોકસો કોર્ટે નિદોર્ષ છોડી મૂકવા આદેશ કરેલ છે
આ કામે ફરીયાદ એ રીતે કે આ કામના ફરીયાદીની પુત્રી ઉમર વર્ષ ૧૫ સગીરવય દીકરીનો લાભ લઈ ફરીયાદીના વાલીપણામાંથી લઈ જઈ તેણીના ફોટા વાયરલ કરવાની ધાકધમકી આપી તેના રૂમે અવારનવાર લઈ જઈ શરીર સબંધ બાંધેલ તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ સગીર વયની પુત્રી સાથે તેમની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધેલ આ કામના ફરીયાદફરીયાદીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આરોપી રાહુલ નારણ ચૌહાણ, રવિ રમેશભાઈ કળથીયા અને જયદિપ રમેશભાઈ કળથીયા વિરૂધ્ધ આઈ.પી.સી તેમજ પોકસો કલમ મુજબ ફરીયાદ આપેલ. જેથી પુરાવા મળતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પોકસો કોર્ટમાં ચાર્જસીટ કરવામાં આવ્યુ. અને પોકસો કોર્ટ રવિ રમેશભાઈ કળથીયા અને જયદિપ રમેશભાઈ કળથીયા નો કેશ ચાલી જતા પોકસો કોર્ટ દ્વારા રવિ રમેશભાઈ કળથીયા અને જયદિપ રમેશભાઈ કળથીયા નિદોર્ષ છોડવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામે રવિ રમેશભાઈ કળથીયા અને જયદિપ રમેશભાઈ કળથીયા તરફે મોરબીના વકીલ બી.ડી.ઝાલા અને મયુર પી.પુજારા રોકાયેલ હતા









