મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો મોરબીના ગોર ખીજડીયા પાસે કારખાનામાંથી 100 કિલો કોપર વાયરની ચોરી: પાંચની ધરપકડ હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મારા ભાઇનો ચેક બાઉન્સ કેમ કરાવ્યો કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE













મોરબીમાં મારા ભાઇનો ચેક બાઉન્સ કેમ કરાવ્યો કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબીમાં યુવાનના ભાઈને આપેલ ચેક બાઉન્સ થયો હતો જે બાબતનો ખાર રાખીને યુવાન સાથે બોલાચાલી કરી હતી અને તેને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લોખંડના પાઇપ વડે પગમાં માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં મામાદેવના મંદિર પાસે રહેતા આદિલભાઈ ગફારભાઈ સોલંકી જાતે ઘાંચી (૨૮)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અલી આરીફભાઇ કાસમાણી, તોફિક આરીફભાઇ કાસમાણી અને સમીર આરીફભાઈ કાસમાણી રહે. બધા રણછોડનગર પાછળ રિદ્ધિ પાર્ક ગોસિયા મંઝિલ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ પૂનમ કેસેટ પાસે હતો ત્યારે અલી કાસમાણીએ તેને કહ્યું હતું કે કેમ મારા ભાઈએ આપેલ ચેક બાઉન્સ કરાવેલ છે તેવું કહીને તે બાબતનો ખાર રાખી બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ત્યારબાદ તોફિક અને સમીરે ત્યાં આવીને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તોફીકે લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને પગના ભાગે માર મારીને ઇજા કરતાં ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની આદિલભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીમાં સોઓરડીની બાજુમાં આવેલ વરિયા નગર શેરી નંબર સાતમાં રહેતા સંદીપ બેચરભાઈ ચાંઉ (૩૧) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News