મોરબીમાં મારા ભાઇનો ચેક બાઉન્સ કેમ કરાવ્યો કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
માળીયા (મી) નજીક પેસેન્જર ટ્રેન નીચે કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત
SHARE







માળીયા (મી) નજીક પેસેન્જર ટ્રેન નીચે કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત
માળીયા મીયાણાથી વાધરવા તરફ જતી રેલવે લાઈન ઉપરથી પસાર થતી પેસેન્જર ટ્રેનની ઝડપે આવી જતા અજાણ્યા ૩૫ થી ૪૦ વર્ષનો યુવાન કપાઈ ગયો હતો અને તેનું મોત નીપજયું હતું જે બનાવની માળિયાના રેલવે સ્ટેશન માસ્તર દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણાથી વાધરવા તરફ જવાની રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ભુજ બરેલી પેસેન્જર ટ્રેન હડફેટે અજાણ્યો ૩૫ થી ૪૦ વર્ષનો યુવાન આવી ગયો હતો જેથી કરીને ટ્રેન નીચે તે યુવાન કપાઈ જતાં તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ આ બનાવની માળિયા મિયાણાંના રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટર નવીનકુમારે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ ગિરીશભાઈ મારૂણીયા ચલાવી રહ્યા છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે
બાઇક સ્લીપ
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી પાસે સિયારામ સીરામીક નામના કારખાનામાં રહેતા પુરાણભાઈ રામાલાલ વિશ્વકર્મા (૮૨) નામના વૃદ્ધ બાઈક લઈને યુનિટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક આડે કૂતરું ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઇ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ મચ્છુનગર પાસેથી બાઈક લઈને જલાભાઇ સિંધાભાઈ સરૈયા (૫૭) રહે. ભરવાડવાસ સરસાણા જિલ્લો સુરેન્દ્રનગર વાળા જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રસ્તામાં તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

