ટંકારા શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ રામચરણ પામ્યા
મોરબીમાં દરબારગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાસોત્સવ અને શ્રી હરિ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે
SHARE







મોરબીમાં દરબારગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાસોત્સવ અને શ્રી હરિ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે
મોરબીના દરબારગઢ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરને દોઢસો વર્ષ પૂર્ણ થતા આ અવસરે શ્રીહરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.મૂળી ધામના સંત ધર્મ જીવનદાસજી સ્વામીના વ્યાસઆસને ભગવત ચરિત્રામૃતનો મોરબીના લોકોને લાભ મળી રહ્યો છે.ત્યારે આજે રાત્રિના રસોત્સવ અને શ્રી હરિ પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે તેમ આયોજકો પાસેથી જાણવા મળી રહ્યું છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે ગત તા.૧૬-૫ ના ભવ્ય પોથીયાત્રા બાદ મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૧૭-૫ થી ૨૩-૫ સુધી યોજાનાર આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાત્રીના રાસોત્સવ અને શ્રી હરિ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે.દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઇ રહેલ આ શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં મુળીધામના સંત ધર્મજીવનદાસજી સ્વામી વ્યાસપીઠ ઉપર બિરાજીને દરરોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૪ થી સાંજે ૭:૩૦ સુધી સંગીતમય શૈલીમાં ભગવત ચરિત્રામૃતનો દિવ્ય લાભ આપી રહ્યા છે.બપોરે ૧૨ થી ૧૨:૩૦ સુધી અને સાંજે ૩:૩૦ થી ૪:૩૦ સુધી દરરોજ વ્યાખ્યાનમાળા યોજાઇ રહી છે સાથે સવારે ૭ થી સાંજના ૭ સુધી અખંડ ધુનનું આયોજન કરાયેલ છે.
આજ તા.૧૮-૫ ના રોજ પેઈન એન્ડ પોસ્ચર વિષય ઉપર ડો.વૈભવ જોષીનો સેમિનાર યોજાશે.તેમજ રાત્રીના ૮:૩૦ કલાકે રાસોત્સવ અને શ્રી હરિ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે.જયારે તા.૧૯-૫ ના રોજ બપોરે ૨ થી ૪ મહિલા મંચ અને રાત્રીના ૮:૩૦ કલાકે શ્રી હરિકૃષ્ણ સત્સંગ સભા યોજાશે.તા.૨૦-૫ ના રોજ આચાર્ય મહારાજ આશીર્વાદ પાઠવવા હાજરી આપશે અને રાત્રીના ૮:૩૦ કલાકે મનસુખભાઈ વસોયા અને નવસાદભાઈ કોટડીયાનો હાસ્ય દરબાર યોજાશે.જયારે તા.૨૧-૫ ના રોજ સવારે મેડિકલ કેમ્પનું અને રાત્રીના ૮:૩૦ કલાકે નીરવ રાયચુરા અને સાથી મિત્રો દ્વારા કિર્તન સંધ્યા યોજાશે.તા.૨૨-૫ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ અને રાત્રે ૮:૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ મહોત્સવમાં પધારનાર હરિભક્તો માટે ઉતારાની અને મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ છે.
