માળિયા(મિં.) ના બગસરા ગામે ડીડીઓની હાજરીમાં સમસ્યાઓનો ઢગલો, સમસ્યાનો ઉકેલ ક્યારે:? : ગ્રામજનો
મોરબીનો મચ્છુ-૨ ડેમ ખાલી કર્યા બાદ હવે શહેરમાં સોમવારથી એકાંતરા પાણી કાપ
SHARE







મોરબીનો મચ્છુ-૨ ડેમ ખાલી કર્યા બાદ હવે શહેરમાં સોમવારથી એકાંતરા પાણી કાપ
મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા કેનાલ આધારિત રહેવાની હોવાથી સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે પાણીનું વિતરણ કરાશે અને મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી તથા પાણીનો બગાડ અને દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણીનો ઉપયોગ કરવા અનુરોધ કરાયેલ છે
મોરબી સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ દરવાજાના સમાર કામ માટે ખાલી કરેલ હોવાથી હાલે મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ આધારિત રહેવાની હોય તા.૨૦/૫/૨૦૨૪ ને સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે નગરપાલિકા તરફથી પાણી આપવામાં આવશે. જેથી પાણીનો બગાડ/દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણી ઉપયોગ કરવા શહેરીજનોને વિનંતી કરવામાં આવે છે અને તા.૨૦/૫ ને સોમવારથી એકાંતરે એક વખત પાણી આપવામાં આવશે જેની શહેરી જનોને નોંધ લેવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ડી.વી. ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.
