મોરબીના ખાખરાળા પાસે પ્લાયવૂડની ફેક્ટરીમાં કમોસમી વરસાદથી લાખોનું નુકશાન
માળિયા(મિં.) ના બગસરા ગામે ડીડીઓની હાજરીમાં સમસ્યાઓનો ઢગલો, સમસ્યાનો ઉકેલ ક્યારે:? : ગ્રામજનો
SHARE
માળિયા(મિં.) ના બગસરા ગામે ડીડીઓની હાજરીમાં સમસ્યાઓનો ઢગલો, સમસ્યાનો ઉકેલ ક્યારે:? : ગ્રામજનો
માળીયા(મીં) તાલુકાના બગસરા ગામમાં જીલ્લા વિકાસ અધિકારીએ બગસરા ગામ પંચાયતની મુલાકાત લેતા અને પંચાયતની મીટીંગ ચાલુ હોય અને ગામમાં ગામના લોકોને જાણ થતા લોકોએ પહોંચીને રજુઆતો કરી હતી.
ગ્રામ પંચાયતમાં અનેક વખત લેખીત-મૌખીક રજૂઆતો તંત્રને કરતા છતા કોઈ નિકાલ આવતો ન હોય ગામના લોકો દ્વારા ડીડીઓને મૌખીક રજુઆત કરી હતી કે અમારા ગામમાં પીવાનું પાણી પુરતુ મળતું નથી, ભાવપર અને બગસરાને જોડતો રસ્તો ભયંકર સ્થિતિમાં છે, ગામમાં કોઈ સરકારી એસટી બસની કોઈ સુવિધા નથી, ગામમાં સારી આરોગ્ય સુવિધાઓ નથી, બગસરા ગામના સ્થાનિક લોકોને રોજીરોટી અને આજીવિકા માટે કોઈ જમીન મીઠું પકવવા માટે મળતી નથી, ગામમાં કોઈ મોબાઇલ નેટવર્ક પુરૂ પકડતું નથી, ગામમાં કોઈ ઓનલાઇન અરજી થતી નથી, સસ્તા અનાજની દુકાન ન હોવાથી વર્ષોથી અનાજ લેવા માટે બહાર ગામ ધક્કા ખાવા પડે છે, ગામ વચ્ચેથી ચાલતા મીઠાના ડમ્પરો પોતાના અંગત સ્વાર્થ માટે બેફામ અને તાલપત્રી વગર તેમજ ઓવરલોડ ચાલે છે તેમજ મીઠું ઢોરતા જાય છે અને અકસ્માત સર્જાય અને કોઇનો જીન જાય તો જવાબદારી કોની..?, ગામની ગોચરની જમીન હોય કે ખરાબાની ત્યાં ગેરકાયદેસર રીતે રસ્તા બનાવી લીધા છે અને જમીન પચાવી પાડી છતાં અધીકારીઓ દ્રારા તેઓના વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી, ગામની હદમાં આવતી પવનચક્કીની કે મીઠા ઉદ્યોગની ગામમાં વ્યવસાય વેરો કે નોંધણી કરાવતા નથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી જોઇએ. અધીકારીઓની અંગત મીટીંગની જાણ થઇ જતા ગામના લોકો રજુઆત માટે પહોંચીને ઉપરોકત રજુઆતો કરતા અધિકારીઓએ રજુઆતો સાંભળીને આ કામ ઓલા વિભાગમાં આવે... અને આ ઓલું કામ બીજા વિભાગમાં આવે.. અને અમે તપાસ કરાવશુ..જેવા ઠાલા વચનો આપ્યા હોય આવનારા દિવસોમાં શું કામ થશે અને તેના બાદ ગ્રામજનો શું પગલાં લેશે એ તે આવનારો સમય જ બતાવશે.