મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે નવરંગો માંડવો: નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન


SHARE











મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે નવરંગો માંડવો: નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશનની બાજુમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનું મંદીર આવેલ છે ત્યાર આગામી તા ૨૭ ને સોમવારના રોજ નવરંગો માંડવો રાખવામા આવેલ છે અને મોરબીમાં રહેતા આગેવાન રમેશભાઈ શામજીભાઈ વડસોલા અને તેના પરિવાર દ્વારા ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરાયું છે ત્યારે થાંભલી રોપણ, ભુવાના સામૈયા, મહાપ્રસાદ, ડાકલાની રમઝટ, થાંભલી વધામણા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અને ડાક ડમરૂનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં રાવળદેવ દેવભાઈ મેવાડા અને રાવળદેવ જીજ્ઞેશભાઈ ચૌહાણ સહિતના ડાકલાની રમઝટ બોલાવશે

નવા ધમલપર ગામે નવચંડી યજ્ઞ-સમાધિ પૂજન

વાંકાનેરના નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરના ૧૯ માં પાટોત્સવ નિમિત્તે આગામી તા ૨૩ મે ના રોજ નવચંડી યજ્ઞ તથા સમાધિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવ નિમિત્તે ૨૨ મે ને બુધવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ગૌશાળાના લાભાર્થે માતાજીનું માંડલું  રાખેલ છે જેમાં ડાક કલાકાર સાગરભાઈ માલણીયાત હાજર રહેશે. અને તા ૨૩ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમ શરૂ થશે અને ૧૨:૩૦ કલાકે બીડું હોમવામાં આવશે. ત્યાર બાદ પ્રસાદ યોજાશે




Latest News