મોરબીના બેલા નજીકથી દારૂ-બીયરની ૪૩૨ બોટલ ભરેલ ક્રેટા કાર સાથે બે શખ્સની ધરપકડ: એકની શોધખોળ
SHARE






મોરબીના બેલા નજીકથી દારૂ-બીયરની ૪૩૨ બોટલ ભરેલ ક્રેટા કાર સાથે બે શખ્સની ધરપકડ: એકની શોધખોળ
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન જવાના કાચા રસ્તે લેપવીંગ સિરામીક સામેથી હ્યુન્ડાઇ ક્રેટા કાર જતી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂ અને બીયર ના ૪૩૨ નંગ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ અને બીયર તેમજ કાર મળીને ૩,૯૫,૮૨૦ નો મુદામાલ કાબજે કરેલ છે અને બે આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. મકવાણાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં પંકજભા ગુઢડા તથા જયદીપભાઇ પટેલને સંયુકતરાહે ખાનગી બાતમી મળી હતી કે, , મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન જવાના કાચા રસ્તેથી એક સફેદ કલરની ક્રેટા કાર નં. જીજે ૭ ડીએ ૦૦૫૦ નીકળશે તેમાં દારૂ ભરેલ છે જેથી બાતમી વાળી કાર નીકળી હતી ત્યારે આડસ ઉભી કરી ગાડી રોકાવી હતી અને તે કારને ચેક કરી હતી ત્યારે કારની પાછળની સીટમાં તથા ડેકીમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની નાની-મોટી ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૨૫૮ જેની કિંમત ૭૭,૫૨૦ તથા કાચ અને ટીનના બીયર નંગ- ૧૭૪ જેની કિંમત ૧૮,૩૦૦ આમ કુલ મળીને દારૂની બોટલ તથા બીયર નંગ- ૪૩૨ જેની કિંમત ૯૫,૮૨૦ તથા ગાડી મળીને ૩,૯૫,૮૨૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને હાલમાં ગાડીમાં બેઠેલા આમીર રફીકભાઇ મોગલ જાતે પઠાણ (૩૦) અને અનીશ રફીકભાઇ મોગલ જાતે પઠાણ (૨૧) રહે. બંને બજરંગ વાડી, જુણેજા હોલની પાછળ, રાજકોટ વાળાની ધરપકડ કરી છે અને તેઓને માલ આપનાર વિપુલભાઈ સોમાભાઈ કોળી રહે. પીપળી તાલુકો મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તે ત્રણેયની સામે ગુનો નોધેલ છે અને દારૂ બીયર આપનારા શખ્સને પકડવા ચકોગતિમાન કરેલ છે


