મોરબીના બેલા નજીકથી દારૂ-બીયરની ૪૩૨ બોટલ ભરેલ ક્રેટા કાર સાથે બે શખ્સની ધરપકડ: એકની શોધખોળ
મોરબીના નાની વાવડી ગામે બાઇકને બોલેરોના ચાલકે હડફેટે લેતા નીચે પટકાયેલ દોઢ વર્ષના બાળકનું સારવારમાં મોત
SHARE






મોરબીના નાની વાવડી ગામે બાઇકને બોલેરોના ચાલકે હડફેટે લેતા નીચે પટકાયેલ દોઢ વર્ષના બાળકનું સારવારમાં મોત
મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતો યુવાન તેના દોઢ વર્ષના બાળકને બાઇકમાં સાથે લઈને રાત્રે ૯:૩૦ વાગ્યે ચક્કર મારવા માટે નીકળ્યો હતો ત્યારે તેના બાઇકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તેમાં બાઈક ઉપર રહેલ દોઢ વર્ષનો બાળક નીચે પટકાતા તેને પેટના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા આ બાળકનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા મિલનભાઈ સોઢીયા તેના દોઢ વર્ષના દીકરા વિહામણને પોતાના બાઈક ઉપર લઈને ગામમાં ચક્કર મારવા માટે થઈને નીકળ્તો હતો ત્યારે રાત્રિના ૯:૩૦ વાગ્યાના અરસામાં મિલનભાઈના બાઇકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે બાઈક ઉપર બેઠેલ મિલનભાઈનો દોઢ વર્ષનો દીકરો વિહામણ રસ્તા ઉપર નીચે પટકાયો હતો જેથી કરીને તે બાળકને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવેલ હતો ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે દોઢ વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને મિલનભાઈના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને વિહામણ તેનો એકનો એક દીકરો હતો જેનું અકસ્માતમાં મોત નીપજતા હાલમાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે


