મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને યુવાને ન  કરવાનું કરી નાખ્યું : મોત


SHARE











મોરબીમાં બીમારીથી કંટાળીને યુવાને ન  કરવાનું કરી નાખ્યું : મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા યુવાનને હરસ મસા, લીવર, પિતાશય અને કિડનીની બીમારી હોવાના કારણે તે કંટાળી ગયો હતો અને તેણે પોતાના ઘરની અંદર જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતા મનીષભાઈ ઉર્ફે સાગરભાઇ ઘનશ્યામભાઈ મહેતા જાતે બ્રાહ્મણ (૪૨) એ પોતે પોતાના ઘરની અંદર લગાવેલ પંખામાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરેલ હતી જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલો ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના માતા ભારતીબેન ઘનશ્યામભાઈ મહેતા રહે.એજી ચોક પાસે ગૌરવપાર્ક રૂરલ હાઉસિંગ સોસાયટી કાલાવાડ રોડ રાજકોટએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન ડ્રાઇવિંગનું કામકાજ કરતો હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી તેને હરસ મસાની તકલીફ હતી તે ઉપરાંત લીવર, પિતાશય અને કિડનીમાં પાણી ભરાવાની પણ બીમારી હતી જેથી કરીને તે કંટાળી ગયો હતો અને બિમારીથી કંટાળીને તે યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવી માહિતી હાલમાં તેના પરિવારજન પાસેથી મળી હોય પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રિક્ષા પલટી

મોરબીના રંગપર ગામે રહેતા પારસુબેન અજયભાઈ દેવીપુજક (૩૦) નામના મહિલા રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રંગપર ગામ નજીક રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવેલ છે 








Latest News